Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બજેટમાં સોના પરની કસ્‍ટમ ડયુટી વધતા સોનામાં ઉછાળો

ફીઝીકલ ગોલ્‍ડને ઇ-ગોલ્‍ડમાં ફેરવવા પર કોઇ કેપીટલ ગેઇન ટેક્ષ નહીં

નવી દિલ્‍હી, તા. ૧ :  જુલાઇ ર૦રરમાં સરકારે સોનાની આયાત ડયુટી વધારીને ૧પ ટકા કરી હતી જે તે પહેલા ૧૦.પ ટકા હતી. બેઝીક કસ્‍ટમ ડયુટી (બીસીડી) ૭.પ ટકા થી વધારીને ૧ર.પ ટકા કરાઇ હતી. જયારે  કૃષી અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સેસ ર.પ ટકામાં કોઇ ફરેફાર નહોતા કરાયા.

પોતાના બજેટ ભાષણમાં નાણા પ્રધાન સીતારમણે જાહેર કર્યુ કે જો તમે ફીઝીકલ ગોલ્‍ડને ડીઝીટલ ગોલ્‍ડમાં ફેરવશો તો તેના પર કોઇ કેપીટલ ગેઇન નહીં લાગે. તેમણે કહ્યું. ‘‘ફીઝીકલ ગોલ્‍ડને ઇલેકટ્રોનીક ગોલ્‍ડમાં અથવા તેનાથી ઉલ્‍ટુ કરવામાં કોઇ ટ્રાન્‍સફર ન થતી હોવાથી કોઇ કેપીટલ ગેઇન ટેક્ષ નહીં લાગે, આનાથી ઇ-ગોલ્‍ડમાં રોકાણને પ્રોત્‍સાહન મળશે.''  દરમ્‍યાન નાણાં પ્રધાને સોનામાંથી બનતી ચીજો અને આભુષણો પર બેઝીક કસ્‍ટમ ડયુટી વધારવાની જાહેરાત કર્યા પછી સોનાના ભાવોમાં ૧ ટકાનો ઉછાળો આવ્‍યો છે. આ સમાચારના પગલે સોનાના ભાગ પ૭૭૮પ પ્રતિ ૧૦ ગ્રામથી ૧.૦૪ ટકા વધીને પ૮૩૮૦ રૂપયા પ્રતિ ૧૦ ગ્રામ થયા છે. નાણા ચાંદીની લગડી અને વસ્‍તુઓ પર પણ બેઝીક કસ્‍ટમ ડયુટી વધારવાની ભલામણ કરી છે.

(3:21 pm IST)