Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વાર્ષિક પગાર ૧૦ લાખ રૂપિયા હોય તો ૧ લાખથી વધુનો ફાયદો

સરકારે ઇન્‍કમ ટેક્‍સ સ્‍લેબમાં ફેરફાર કર્યો : ૩ લાખ રૂપિયા સુધી ટેક્‍સ નહીં

નવી દિલ્‍હી તા. ૧ : બજેટ ૨૦૨૩-૨૪એ પગારદાર વર્ગને ખુશ કરી દીધો. વ્‍યક્‍તિગત આવકવેરાના દરમાં ફેરફાર થયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નવા આવકવેરા સ્‍લેબ રજૂ કર્યા હતા. નવી આવકવેરા વ્‍યવસ્‍થા ‘ડિફોલ્‍ટ' લાગુ થશે. આ અંતર્ગત પાંચ સ્‍લેબ બનાવવામાં આવ્‍યા છે અને ૩ લાખ રૂપિયા સુધીની આવક પર ૦% ટેક્‍સ રાખવામાં આવ્‍યો છે. ૩ થી ૬ લાખ રૂપિયાની આવક પર ૫% ટેક્‍સ લાગશે. ૬ થી ૯ લાખ રૂપિયાની આવક પર ૧૦%, ૯ થી ૧૨ લાખ રૂપિયાની આવક પર ૧૫%, ૧૨ થી ૧૫ લાખ રૂપિયાની આવક પર ૨૦% અને ૧૫ લાખ રૂપિયાથી વધુની આવક પર ૩૦% ટેક્‍સ લાગશે.

સીતારમણે જાહેરાત કરી કે ટેક્‍સ મુક્‍તિ મર્યાદા વધારીને ૭ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે ૭ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્‍સ લાગશે નહીં. ૭ લાખથી વધુની આવક પર નવા દરો અનુસાર ટેક્‍સ કાપવામાં આવશે. નવી સિસ્‍ટમ મુજબ, ૧૫ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી વ્‍યક્‍તિએ ૧.૫ લાખ રૂપિયા ટેક્‍સ ચૂકવવો પડશે, જે પહેલા ૧.૮૭ લાખ રૂપિયા હતો. નવી કર વ્‍યવસ્‍થામાં, પગારદાર કર્મચારીઓ અને પેન્‍શનરો માટે સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન વધારીને રૂ. ૫૨,૫૦૦ કરવાનો પ્રસ્‍તાવ છે. પગારદારને રૂ. ૫૦,૦૦૦નું પ્રમાણભૂત કપાત આપવાનો પ્રસ્‍તાવ છે.

નવી સિસ્‍ટમ હેઠળ આવકવેરાની ગણતરી કેવી રીતે થશે?

ઉપર જણાવેલ આવકવેરાના દર રૂ. ૭ લાખથી વધુની વાર્ષિક આવક પર લાગુ થશે. મતલબ કે જો તમારો વાર્ષિક પગાર પણ ૭,૦૦,૦૦૧ રૂપિયા છે તો તમારે ટેક્‍સ ચૂકવવો પડશે. નવી સિસ્‍ટમ હેઠળ, તમારે ૩ થી ૬ લાખ રૂપિયાની આવક પર ૫% ટેક્‍સ અને ૬ થી ૭.૦૦૧ લાખ રૂપિયાની આવક પર ૧૦% ટેક્‍સની ગણતરી કરવી પડશે.

હાલમાં, ૫ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ કોઈપણ આવકવેરો ચૂકવતા નથી. મેં નવી કર વ્‍યવસ્‍થામાં ટેક્‍સ મુક્‍તિ મર્યાદા વધારીને રૂ. ૭ લાખ કરવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે.

 

(3:38 pm IST)