Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રેલ્‍વે ક્ષેત્ર માટે બજેટમાં ૨.૪૦ લાખ કરોડની ફાળવણી

રેલવે બજેટની રકમ ૨૦૧૩ કરતા ૯ ગણી વધારે છે : નવી યોજનાઓ માટે ૭૫ હજાર

નવી દિલ્‍હી,  તા.૧: કેન્‍દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ૨૦૨૩-૨૪ માટે તેમનું પાંચમું બજેટ રજૂ કર્યું (બજેટ ૨૦૨૩-૨૦૨૪). આ દરમિયાન તેમણે રેલવે બજેટ માટે ઘણી મહત્‍વની જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ રેલવે માટે ૨.૪૦ લાખ કરોડની ફાળવણી કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બજેટમાં રેલવે માટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ કરવામાં આવ્‍યો છે.

રેલવે માટે રૂ. ૨.૪૦ લાખ કરોડનો મૂડી ખર્ચ પૂરો પાડવામાં આવ્‍યો છે; અત્‍યાર સુધીનો આ સૌથી વધુ ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં કરવામાં આવેલા અંદાજ કરતાં નવ ગણો છે

નવી યોજનાઓ માટે ૭૫ હજાર કરોડની જાહેરાતઃ આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલવેમાં નવી યોજનાઓ માટે ૭૫ હજાર કરોડની જાહેરાત કરી છે. આ પહેલા લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અમળત સમયગાળામાં આ પહેલું બજેટ છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨-૨૩માં રેલવેની કાયાપલટ માટે ૧.૪ લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્‍યું હતું.

જણાવી દઈએ કે આ બજેટમાં રેલવે સેક્‍ટર માટે અત્‍યાર સુધીની સૌથી મોટી રકમ ફાળવવામાં આવી છે. અગાઉ, વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૧.૪ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું હતું કે રેલ્‍વે માટે આ બજેટ ફાળવણી ૨૦૧૩ કરતા નવ ગણી વધારે છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્‍યું હતું કે સરકારે ૨૦૨૩-૨૪માં મૂડી ખર્ચમાં ૩૩ ટકાનો વધારો કરીને રૂ.૧૦ લાખ કરોડ કરવાનો પ્રસ્‍તાવ મૂકયો છે. સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે (આ એકંદર ખર્ચ) જીડીપીના ૩.૩ ટકા હશે, જે ૨૦૧૯-૨૦માં કરવામાં આવેલા અંદાજ કરતાં ત્રણ ગણો છે.

 

(2:14 pm IST)