Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે કરવામાં આવી આ મોટી જાહેરાતો

સરકારની પ્રાથમિકતા ગ્રીન ગ્રોથ

નવી દિલ્‍હી, તા.૧: કૃષિ  ક્ષેત્રનું બજેટ ૨૦૨૩ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે રજૂ કરેલા આર્થિક બજેટ ૨૦૨૨-૨૩માં ગ્રીન ર્ફામિંગ, ગ્રીન એનર્જી પર વિશેષ ભાર આપવાની વાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્‍યું કે ખેડૂતો માટે કૃષિ  વર્ધક નિધિ શરૂ કરવામાં આવશે. જેના કારણે કૃષિ  સંબંધિત સ્‍ટાર્ટઅપ્‍સને પ્રોત્‍સાહન આપવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે રજૂ કરેલા આર્થિક બજેટ ૨૦૨૨-૨૩માં ગ્રીન ર્ફામિંગ, ગ્રીન એનર્જી પર વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો હતો. તેમણે જણાવ્‍યું કે ખેડૂતો માટે કૃષિ  વર્ધક નિધિ શરૂ કરવામાં આવશે. તેના દ્વારા કૃષિ  સંબંધિત સ્‍ટાર્ટઅપ્‍સને પ્રોત્‍સાહન આપવામાં આવશે.

તેમના સંબોધનમાં કૃષિ  ક્ષેત્ર વિશેની બાબતોઃ

*કૃષિ  સ્‍ટાર્ટઅપ્‍સ માટે ડિજિટલ એક્‍સિલરેટર ફંડ બનાવવામાં આવશે, જેને કૃષિ  નિધિ નામ આપવામાં આવ્‍યું છે.

* પ્રધાનમંત્રી મત્‍સ્‍ય યોજના માટે ૬,૦૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.

* નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ  ક્રેડિટ કાર્ડ વધીને ૨૦ લાખ કરોડ થઈ જશે.

* નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર બરછટ અનાજને પ્રોત્‍સાહન આપી રહી છે.

* બાગાયતી પેદાશો માટે ૨,૨૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.

* નાણામંત્રીએ કહ્યું કે, કૃષિ  માટે ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વધશે, તેની સાથે કૃષિ માં આધુનિક ટેક્રોલોજીને પણ વધારવામાં આવશે.

* નાના ખેડૂતોનો ઉલ્લેખ કરતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે પીએમ આવાસ યોજનાની ફાળવણી ૬૬% વધારીને ૭૯,૦૦૦ કરોડ કરવામાં આવી છે.

(2:13 pm IST)