Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મહિલાઓ માટે નવી બચત યોજના : FD, NSC, PPF કરતા વધુ વ્‍યાજ મળશે

બજેટ-૨૦૨૩ નવી નાની બચત યોજના : ૭.૫ ટકા વાર્ષિક વ્‍યાજ મળશે : SCSS : મર્યાદા રૂા. ૩૦ લાખ

નવી દિલ્‍હી તા. ૧ : બજેટ ૨૦૨૩ માં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવી નાની બચત યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના મહિલાઓના નામે છે, જેનું નામ મહિલા સન્‍માન બચત યોજના છે. આ સ્‍કીમની મેચ્‍યોરિટી ૨ વર્ષની હશે, જેમાં વધુમાં વધુ ૨ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આમાં વ્‍યાજ દર વાર્ષિક ૭.૫ ટકા છે. એટલે કે, તે FD, PPF, NSC અને RD જેવી યોજનાઓ પર મળતા વ્‍યાજ કરતાં વધુ છે.

આ યોજના બે વર્ષની હશે જેના પર ૭.૫૦ ટકા વ્‍યાજ મળશે. ૨ વર્ષ માટે ૨ લાખ રોકી શકાશે. યોજના ૨૦૨૫ સુધીની હશે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) હેઠળ, વરિષ્ઠ નાગરિકો હાલમાં મહત્તમ ૧૫ લાખ રૂપિયા જમા કરાવી શકે છે. આ મર્યાદા વધારીને ૩૦ લાખ રૂપિયા કરવામાં આવશે.

(1:17 pm IST)