Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

" પોનગાલો પોંન્ગલ " : અમેરિકાના પિઅરલેન્ડ ટેક્સાસ મુકામે આવેલા શ્રી મીનાક્ષી મંદિરમાં " પોંન્ગલ ઉત્સવ " ઉજવાયો : 100 ઉપરાંત સાઉથ ઇન્ડિયન પરિવારોની ઉપસ્થિતિ સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

પિઅરલેન્ડ : અમેરિકામાં પિઅરલેન્ડ ટેક્સાસ મુકામે આવેલા શ્રી મીનાક્ષી મંદિરમાં  19 જાન્યુ ના રોજ ભારે ઉમંગપૂર્વક હિન્દૂ તહેવાર પોંન્ગલ ઉજવાઈ ગયો. સોલાર કેલેન્ડર મુજબ સાઉથ ઇન્ડિયામાં હાર્વેસ્ટીંગ સમયે ઉજવાતા આ તહેવારમાં 100 ઉપરાંત ભારતીય પરિવારો જોડાયા હતા.

આ પ્રસંગે ભારે ભાવપૂર્વક ગૌ પૂજા કરવામાં આવી હતી.તથા દૂધ અને ખાંડનો પ્રસાદ ધરાવાયો હતો તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:07 pm IST)