Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

મોદીના 'પકોડાશાસ્ત્ર'ને કારણે બેરોજગારી વધી રહી છે : સિબ્બલ

નવી દિલ્હી, તા. ૧ : કેન્દ્ર સરકારના બેરોજગારી અંગેસત્ત્।ાવાર ડેટા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રહાર કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીના શ્નપકોડાશાસ્ત્રલૃને કારણે બેરોજગારી વધી રહી છે. તેમણે કહ્યું કે, એનએસસીના બે સભ્યોએ રાજીનામું આપી દીધું છે. તેઓ આ ડેટા આગળ જવા દેવા માગતા ન હતા. અન્ય દેશોમાં આપણે સાંભળીએ છીએ કે લોકોનું એન્કાઉન્ટર થાય છે પણ આપણા દેશમાં ડેટાનું પણ એન્કાઉન્ટર થાય છે. સેમ્પલ સર્વેને બહાર પાડવાથી રોકી રાખવા બદલ સરકારથી નારાજ થયેલા એનએસસીના બે અધિકારીઓએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.

(1:17 pm IST)