Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

બેંગ્લુરુ પાસે ફાયટર વિમાન મિરાજ-2000 ક્રેશ :પાયલોટનું મોત

બેંગ્લુરુ પાસે ફાયટર વિમાન મિરાજ-2000 ક્રેશ થતા પાયલોટનું મોત નીપજ્યું છે બેંગલુરુ ખાતે તાલિમ દરમિયાન ફાઇટર વિમાન મિરાજ-2000 ક્રેશ થઈ ગયું હોવાનું જાણવા મળે છે  HAL (હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ)નું આ વિમાન HAL બેંગલુરુ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું હતું. વિમાન દુર્ઘટનામાં વિમાનના એક પાયલટનું મોત થયું છે.
    અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા ઉત્તર ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એરફોર્સનું જગુઆર ફાઇટ પ્લેન ક્રેશ થયું હતું. ઘટના સમયે પ્લેનમાં માત્ર એક પાયલટ સવાર હતો. પ્લેનનું સંતુલન બગડ્યા બાદ પાયલટ પેરાશૂટની મદદથી બહાર આવી ગયો.તે સુરક્ષિત હોવાના અહેવાલ હતા કુશીનગરના હેતિમપુરની પાસે ખેતરમાં પ્લેન ક્રેશ થઈને પડ્યું. નીચે પડતાં જ પ્લેનમાં આગ લાગી ગઈ

(12:15 pm IST)