Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

બજેટ પહેલા ટીડીપીના સાંસદોનું વિરોધ પ્રદર્શન :આધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગણી

મોદી સરકારે આંધ્ર પ્રદેશની જનતા સાથે દગો કર્યો: પોસ્ટર અને બેનર સાથે દેખાવો

નવી દિલ્હી :સંસદમાં વચગાળાના બજેટ પહેલા ટીડીપીના સાંસદોએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ. ટીડીપીના સાંસદોએ પોસ્ટર અને બેનર સાથે દેખાવો કર્યો છે.

  ટીડીપી છેલ્લા ઘણા સમયથી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહી છે. ટીડીપીનો આક્ષેપ છે કે, મોદી સરકારે આંધ્ર પ્રદેશની જનતા સાથે દગો કર્યો છે. મોદી સરકારે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ સરકારે હજી સુધી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો નથી.

(11:58 am IST)