Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

જિગ્નેશ મેવાણી સહીત અનેક ધારાસભ્યોને રવિ પૂજારીના નામે ધમકીના ફોન અને મેસેજ આવેલા

અમદાવાદ :અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી દક્ષિણ આફ્રિકાના સેનેગલમાંથી ઝડપાયો છે રવિ પૂજારી પર ભારતમાં ધમકી આપીને ખંડણી ઉઘરાવાના, અપહરણ, હત્યા કરવાના, બ્લેકમેઈલ કરવાના, છેતરપીંડીના અસંખ્ય કેસ નોંધાયેલા છે

   ગુજરાતમાં પણ જિગ્નેશ મેવાણી ઉપરાંત અનેક ધારાસભ્યોને રવિ પૂજારીના ધમકીના ફોન આવેલા હતા. જિગ્નેશ મેવાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેને રવિ પૂજારી નામનો વ્યક્તિ ફોન કોલ અને મેસેજ કરીને ધમકી આપી રહ્યો છે. ફોન કરનારો વ્યક્તિ ખુદને રવિ પૂજારી જણાવી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરી રહ્યો છે એવી માહિતી આપી રહ્યો છે. સાથે ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે

(12:00 am IST)