Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બજેટની જાહેરાતોની ઝલક - હાઇલાઇટ્‍સ

*  મોબાઈલ ફોનની કસ્‍ટમ ડ્‍યુટી વધારાઈ. જેનાથી મોબાઈલ, ટીવી લેપટોપ મોંઘા થયા

*  રિયલ્‍ટી સેકટર માટે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્‍સના નિયમો સરળ બનાવાયા. જીડીપીની તુલનામાં લોનની એવરેજને ૪૦ ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય

*  પેન્‍શનર્સને સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શનનો લાભ મળશે. ટ્રાન્‍સપોર્ટ અને મેડિકલ માટે સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન. સિનીટર સિટીઝન્‍સ માટે સ્‍વાસ્‍થ્‍ય વીમા પર ટેક્‍સની છૂટ વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરાઈ. આમ વરિષ્ઠ નાગરિકો માટે સ્‍વાસ્‍થ્‍ય વીમા પર છૂટ વધારાઈ.

*  સ્‍વાસ્‍થ્‍ય અને શિક્ષા પર સેસ વધારીને ૩ ટકાથી ૪ ટકા કરાયો છે.

*  ૨૫૦ કરોડ ટર્નઓવરવાળી કંપનીઓને ૨૫ ટકા કોર્પોરેટ ટેક્‍સ ભરવો પડશે. ૧૦૦ કરોડવાળી કૃષિ કંપનીઓને ટેક્‍સ નહિ. ભરવો પડે.

*  ડિપોઝીટ પર મળતી છૂટ ૧૦થી વધારીને ૫૦ હજાર કરાઈ. ૫૦ હજાર સુધીના મેડિકલ પ્રીમિયર પર ટેક્‍સ છૂટ અપાઈ. હવે જેટલો પગાર છે તેમાંથી કુલ પગારમાંથી ૪૦,૦૦૦ ઘટાડીને ટેક્‍સ આપવાનો રહેશે.

*  પગારદાર વર્ગને જેટલીએ કર્યા નિરાશ. બજેટમાં આવક વેરાની મુક્‍તિ મર્યાદામાં કોઈ વધારો નહિ કરાયો. આવકવેરાના સ્‍લેબમાં પણ કોઈ ચેન્‍જ ન કરાયો. આવકવેરની મુક્‍તિ મર્યાદા ૨.૫ લાખ રૂપિયા જ રખાઈ.

*  નાણાકીય ખાધ કાબુમાં રાખવાનો પ્રયાસ કરાશે. જીડીપીના ૩.૫ ટકા સરકારી ખાધ રહેશે. ૯૦ હજાર કરોડની આઈટી આવક વધી. ટેક્‍સ આપનારા ૧૯.૨૫ લાખ લોકો વધ્‍યા. નોટબંધીથી એક હજાર કરોડનો ટેક્‍સ આવ્‍યો. રોકાણમાં વધારો થયો છે. કાળા નાણાંની વિરુદ્ધ કરાયેલી પ્રોસેસની અસર દેખાઈ છે. ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન ૧૨.૬ ટકા વધ્‍યું.

*  ગોલ્‍ડ માટે નવી નીતિ લાવવામાં આવશે. નવી નીતિથી સોનું લાવવામાં સરળતા કરવામાં આવશે.

*  રસ્‍તા પર ટોલ આપવા માટે દરેક જગ્‍યાએ ડિજીટલ વ્‍યવસ્‍થા વિકાસાવવામાં આવશે. ૧૪ સરકારી વીમા કંપનીઓ શેર બજારમાં લિસ્‍ટ કરાશે. ૨ મોટી વીમા કંપનીઓ શેર બજારમાં લિસ્‍ટ કરાશે.

*  રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજયપાલોનો પગાર વધારાયો. રાષ્ટ્રપતિને ૫ લાખ રૂપિયાનો પગાર અપાશે. ઉપરાષ્ટ્રપતિને ૪ લાખ પગાર અપાશે. રાજયપાલોને ૩.૫ લાખ પગાર અપાશે. વડાપ્રધાનનો પગાર ૫ કરવાનો પ્રસ્‍તાવ મૂકાશે. સાંસદોનો પગાર દર પાંચ વર્ષે વધારાશે.

*  લઘુ ઉઘોગો અને મધ્‍યમ ઉઘોગો પર કરભારણ ઘટાડવા પર ભાર મૂકાશે. વેપાર શરૂ કરવા મુદ્રા યોજનામાં ૩ લાખ કરોડ રૂપિયા ફાળવશે.

*  ત્રણ સરકારી વીમા કંપનીઓને એક કરી દેવાશે.

*  ૨ વર્ષમાં સમાપ્ત થશે ૪૨૬૭ માનવ રહિત રેલવે ક્રોસિંગ. બધી ટ્રેનોમાં લાગશે વાઇ-ફાઇ સિસ્‍ટમ, લાગશે સીસીટીવી. બેંગાલુરૂમાં સબઅર્બન રેલ ઇન્‍ફ્રા માટે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી

*  બજેટમાં મોટી જાહેરાત કરાઈ, બિટકોઈન કરન્‍સી ભારતમાં નહિ ચાલે. જે હવે કાયદેસર નહિ ચાલે. દેશમાં ક્રિપ્‍ટો કરન્‍સી હવે નહિ ચાલે. દરેક કારોબારને યુઆઈડી મળશે.

*  ૧ હજાર ગામડાઓને બ્રોડબેન્‍ડથી સુવિધાયુક્‍ત કરાવવાની જાહેરાત કરાઈ

*  ડિજીટલ ઈન્‍ડિયા પ્રોગ્રામ માટે સરકારે ૩૦૩૭ કરોડ ફાળવ્‍યા

*  મહિલા કર્મચારીઓના પીએફ કન્‍ટ્રીબ્‍યુશનમાં ૮ ટકા કરવામાં આવશે, જેથી તેમની ટેક હોમ સેલેરી વધુ થાય.

*  દેશમાં રેલવેના વિકાસ માટે ખાસ ભાર અપાશે. જેના માટે ૧ લાખ ૪૮ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. પાટા અને ગેજ બદલવા પર ભાવ મૂકાશે. સમગ્ર રેલનેટવર્કને બ્રોડગેજ બનાવાશે. ૬૦૦ સ્‍ટેશનોને આધુનિક બનાવાશે. દેશના દરેક રેલવે સ્‍ટેશન પર એસ્‍કેલેટર બનાવાશે. દરેક ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવાશે. મુંબઈ લોકોને વિસ્‍તારાશે. મુંબઈમાં ૯૦ કિલોમીટર પાટાનો વિકાસ કરાવાશે.

*  એરપોર્ટ પર ટ્રાફિક ક્ષમતા પાંચ ગણી કરવાનું લક્ષ્યાંક બનાવાયું. ૧૬ એરપોર્ટ બનાવવાનું કામ ચાલું છે. હાલ ૧૨૪ એરપોર્ટ પરથી ઉડાન થઈ રહી છે.

*  એક પરિવારને દર વર્ષે મેડિકલ ખર્ચ માટે ૫ લાખ રૂપિયા મળશે

*  ટેક્‍સટાઈલ ક્ષેત્રના કર્મચારીઓ માટે ૬૦૦ કરોડની ફાળવણી કરાઈ. નાના ઉઘોગો માટે ૩૭૯૪ કરોડની ફાળવણી કરાઈ

*  સરહદ પર રસ્‍તાઓ બનાવવા બજેટમાં વધુ ભાર મૂકાયો. ૯ હજાર કિલોમીટરનો નવો નેશનલ હાઈવે બનાવાશે.

*  ૨૦૬૫૩ કરોડના ખર્ચે સ્‍માર્ટ સિટી બનાવવા ૯૯ શહેર પસંદ કરાયા. ૧૦૦ સ્‍મારકોને આદર્શ બનાવાશે. ધાર્મિક સ્‍થળો માટે ખાસ હેરિટેજ યોજના અમલમાં મૂકાશે. પીએમ ખુદ સરકારના લક્ષ્યાંકોની સમીક્ષા કરે છે.

*  શિક્ષા પાછળ ૧૫૦૦ કરોડ ખર્ચ કરવાની સરકારની યોજના છે.

*  નવા કર્મચારીના ઈપીએફમાં ૧૨ ટકા રકમ સરકાર આપશે, ૭૦ લાખ નવી નોકરીઓ આપવાની સરકારની યોજના. ૧ હજાર વિઘાર્થીઓને આઈઆઈટીમાંથી પીએચડી કરવાની સુવિધા આપવામાં આવશે. દેશના દરેક જિલ્લામાં સ્‍કીલ સેન્‍ટર બનાવાશે. ૨૦૨૨ સુધી ૫૦ લાખ યુવાનોને સ્‍કોલરશિપ આપવામાં આવશે.

*  ૧૨ રૂપિયા પર ૨ લાખ રૂપિયાનો એક્‍સિડન્‍ટ વીમો આપવામાં આવશે.

*  ગંગા સફાઇ અભિયાન માટે ૧૮૭ પ્રોજેક્‍ટ્‍સને મંજૂરી

SC વેલફેર માટે ૫૬૬૨૦ કરોડ રૂપિયાની ફાળવણી

*  સરકાર જનધન યોજનાને વધુ વ્‍યાપક બનાવવા માગે છે. ૬૦ કરોડ જનધન એકાઉન્‍ટને મળશે માઇક્રો ઇન્‍શ્‍યોરન્‍સનો લાભ

*  ૨૨ હજાર કૃષિ બજાર હાટ બનાવવાનું પ્‍લાનિંગ

*  પીએમ ઇન્‍શ્‍યોરન્‍સ યોજના હેઠળ આવરી લેવાશે દરેક ગરીબ પરિવાર

*  દરેક ત્રણ સંસદીય ક્ષેત્રોમાં એક મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. ૨૪ નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. હાલની હોસ્‍પિટલ્‍સને અપગ્રેડ કરવા માટે ખોલાશે આ મેડિકલ કોલેજ

*  ફલેગશિપ રાષ્ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય સંરક્ષણ યોજનાની શરૂઆત કરવામાં આવશે.

*  બીટેક વિઘાર્થીઓ માટે પીએમ રિસર્ચ ફેલો પ્‍લાન લોન્‍ચ, દર વર્ષે ૧૦૦૦ વિઘાર્થીઓને મળશે ફાયદો

*  આવતા ૪ વર્ષમાં સ્‍કૂલોમાં ઇન્‍ફ્રા પર ૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે

*  પ્‍લાનિંગ એન્‍ડ આર્કિટેક્‍ટ માટે ખોલવામાં આવશે ૨ નવી સ્‍કૂલ

*  રાષ્ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજના હેઠળ ૧૦ કરોડ ગરીબ પરિવારોને આવરી લેવાશે.

*  ટીબીના દર્દીઓને પોષણ આપવા માટે ૬૦૦ કરોડની ફાળવણી કરાઈ. ટીબીના દર્દીને ૫૦૦ રૂપિયા પ્રતિ મહિના સરકાર તરફથી આપવામાં આવશે.

*  ગરીબોને દર વર્ષે ૫૦ કરોડ લોકોને ૫ લાખનો સ્‍વાસ્‍થય વીમો આપવામાં આવશે

*  ૩ લાખ નવા સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રો બનાવાશે

*  આદિવાસીઓ માટે એકલવ્‍ય વિઘાલય બનાવાશે. નવોદય વિઘાલય પર વધુ ભાર અપાશે. ડિજીટલ શિક્ષણ વધારવા પ્રોત્‍સાહન અપાશે. દરેક બાળકને સ્‍કૂલ મોકલવાની યોજના કરાશે.

*  પ્રિનર્સરીથી ધોરણ-૧૨ સુધી શિક્ષણની એક જ પોલિસી વિકસાવાશે.  વડોદરાની રેલવે યુનિવર્સિટીમાં બે નવા કોર્સ સામેલ કરાશે

*  બજેટમાં આયુષ્‍યમાન ભારતની યોજનાની જાહેરાત કરાઈ

*  સરકાર સ્‍વાસ્‍થય શિક્ષા પર વધુ જોર આપશે

*  ૮ કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્‍શન આપવામાં આવશે

*  ૨૦૨૨ સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક

*  દરેક ગરીબને મફત ડાયાલિસીસ સુવિધા આપવામાં આવશે

*  ૭ કરોડ શૌચાલય બનાવવાથી મહિલાઓની ગરિમા વધી

*  સિંચાઈ માટે ૨૬૦૦ કરોડ ફાળવાયા

*  પીએમ આવાસ યોજના હેઠળ ઘર અપાશે.

*  ગ્રામ્‍ય વિસ્‍તારમાં વધુને વધુ રોજગાર ઉત્‍પાદન કરવાનો લક્ષ્યાંક

*  પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

*  ખેડૂતો માટે ૧૧ લાખ કરોડનું ફંડ ફાળવાયું. ઓર્ગેનિક કૃષિને પ્રોત્‍સાહન અપાશે. નાણાંકિય વર્ષ ૨૦૧૯માં ખેડૂતોને ૧૧ લાખ કરોડની લોન આપશે સરકાર

*  ૨૦૨૨ સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક

*  આદિવાસીઓને વાંસના વેચાણથી રોજી મેળવવાનો પ્રયાસ કરાશે. ૧૨૯૦ કરોડ આપી વાંસ યોજના ચલાવાશે.

*  દેશના ૪ કરોડ ઘરોને કોઈ પણ ખર્ચ વગર વીજળી કનેક્‍શન અપાશે.

*  ઓપરેશન ગ્રીન માટે ૫૦૦ કરોડ રૂપિયાનો પ્રસ્‍તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે.

*  નવું ગ્રામીણ બજાર ઈ-નેમ બનાવવાની જાહેરાત કરાઈ. ખેડૂતોને પુરતુ એમએસપી આપવાની જાહેરાત કરાઈ

*  ઓપરેશન ગ્રીન માટે ૫૦૦ કરોડ રૂપિયાનો પ્રસ્‍તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે.

*  ફાર્મ ડેવલપમેન્‍ટ ફંડ માટે ૨૦૦૦ કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરાશે

*  ખેતીનો ખર્ચો ઓછો કરવો અને પાકનો ભાવ ખેડૂતોને વધારે અપાવવો તે અમારો હેતુ

*  ચૂંટણી સમયે ખેડૂતો માટે મોટી જાહેરાત કરાઈ. ખેડૂતોને પાકના દોઢગણા ભાવ આપવાની યોગ્‍ય વ્‍યવસ્‍થા ગોઠવાશે.

*  તેમણે કહ્યું કે, આજે દેશમાં કૃષિ ઉત્‍પાદન રોકેર્ડ સ્‍તર પર છે. શાકભાજી અને ફળોનું ઐતિહાસિક ઉત્‍પાદન થયું છે. ૨૭૫ મિલિયન ટન અનાજ પેદા થયું છે. ખેડૂતોને યોગ્‍ય વળતર મળે તે માટે અમે કટિબદ્ધ છીએ

*  દુનિયામાં પાંચમી મોટી અર્થવ્‍યવસ્‍થા બનશે ભારત. સરકારે અર્થવ્‍યવસ્‍થાને નવી ઓળખ આપી છે. ગરીબોને અમે ઘરનું ઘર આપ્‍યું

*       અરુણ જેટલીએ કહ્યું કે, છેલ્લા ૪ વર્ષમાં સરકારે અનેક મુશ્‍કેલીઓનો સામનો કર્યો છે. જીએસટી આવવાથી આવકમાં વધારે થયો છે. જીએસટીને સરળ બનાવવાના પ્રયાસો ચાલુ છે. રોકાણમાં વધારો થયો છે. ગરીબી દૂર કરવાનો અમારો પ્રયાસ ચાલુ છે. બજારમાં કેશનું ચલણ ઓછું થયું છે.

*  અમારી સરકાર હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી આગળ વધીને મધ્‍યવર્ગીય લોકોનું જીવન સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઉજવલ યોજના દ્વારા સરકાર કરોડો ગરીબોને મફત ગેસ કનેક્‍શન આપી રહી છે. સ્‍ટેંટની કિંમત નજીવી કરાઈ છે. ટિકીટથી લઈને મોટાભાગની વસ્‍તુઓને ઓનલાઈન કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે પાયાની દિશામાં સુધારા કરવા પ્રયાસ કર્યાં છે. સરકારના પ્રયાસોથી દેશમાં એફડીઆઈનો વધારો થયો છે. અમારી સરકારમાં ભષ્ટ્રચારમાં ઘટાડો થયો છે.

(2:13 pm IST)