Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

૮ કરોડ મહિલાઓને મફત ગેસ કનેકશન : ૪ કરોડ ગરીબોને નિઃશુલ્‍ક વિજળી

ગરીબો ઉપર રાહતોનો વરસાદ : શહેરી વિસ્‍તારોમાં ૩૭ લાખ મકાનો બનશે

નવી દિલ્‍હી તા. ૧ : નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના અંતિમ પૂર્ણ બજેટમાં મધ્‍યમ વર્ગ અને ગરીબો માટે અનેક મોટી જાહેરાતો કરી છે.

ઉજ્જવલા યોજના હેઠળ ૮ કરોડ ગરીબ પરિવારોને મફતમાં ગેસ કનેકશન અપાશે. ૧૬,૦૦૦ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી સૌભાગ્‍ય યોજના હેઠળ ૪ કરોડ ગરીબ પરિવારોને નિઃશુલ્‍ક વીજળી કનેકશન આપવામાં આવશે. સ્‍વચ્‍છ ભારત મિશન હેઠળ આવતા વર્ષે ૨ કરોડ ટોઇલેટ બનાવવાનું લક્ષ્ય. દરેક ગરીબ પરિવારોને ૨૦૨૨ સુધીમાં પોતાનું ઘર મળી જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઇ. બે વર્ષમાં ૧ કરોડથી વધુ ઘર માત્ર ગ્રામીણ વિસ્‍તારમાં બનાવાઇ રહ્યા છે. અફોર્ડેબલ હાઉસીંગ ફંડ પણ ઉભુ કરાઇ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, શહેરી વિસ્‍તારમાં ૩૭ લાખ મકાનો બનાવાશે. ઉપરાંત ૨ કરોડ શૌચાલય પણ બનશે.

 

(2:35 pm IST)