Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બજેટ વિશેષ

બજેટ વિશેષ

* અમે વાયદો કરેલ કે દેશમાંથી ગરીબી દૂર કરીશું

* નરેન્‍દ્રભાઈના નેતૃત્‍વમાં અમે દેશ માટે કેટલીય યોજનાઓ ઉપર કામ કર્યુ, કેટલાય મૌલિક સુધાર કરાયા

* સમય સાથે ભારતની અર્થવ્‍યવસ્‍થા પાટા ઉપર આવી ગઈ

* દેશમાં આજે યુવાઓ ઈમાનદારીનું જીવન જીવી રહ્યા છે

* ભારતીય સમાજ અને અર્થવ્‍યવસ્‍થાએ ખૂબ જ સારૂ કામ કર્યુ

* આપણે ટૂંક સમયમાં જ વિશ્વની ટોપ-૫ ઈકોનોમીમાં સામેલ થઈ જશુ

* બજારમાં રોકડની આપ-લે ઓછી થઈ

* જીએસટીથી અપ્રત્‍યક્ષ કર પ્રણાલી સરળ બની

* સરકારની યોજનાઓથી વિદેશી રોકાણકારોમાં વધારો થયો

* નવા ભારતનું નિર્માણ જરૂરી

* આ વર્ષનું અમારૂ બજેટ ગ્રામ્‍ય વિસ્‍તારોની અર્થવ્‍યવસ્‍થાને બહેતર બનાવવા પર કેન્‍દ્રીત

* ભારતમાં વેપાર કરવાનું સરળ બન્‍યુ

* ૭.૪ ટકા વિકાસ દરનું અનુમાન

* સરકાર ખેડૂતોની સુખાકારી માટે કામ કરી રહી છે

* અમારી સરકાર છેલ્લા ૩ વર્ષોમાં એવરેજ વિકાસ દર ૭.૫ ટકાએ પહોંચી. ભારતીય અર્થવ્‍યવસ્‍થા ૨.૫ ટ્રિલીયન ડોલર થઈ

* ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બે ગણી કરીશુ

* સર્વિસ સેકટરમાં ૮ ટકાના દરે પ્રગતિ

* જરૂરી ન હોય તેવા નિયમોમાંથી અમે છૂટકારો અપાવ્‍યો

* ૬ કરોડથી વધુ શૌચાલયો બનાવાયા

* ૧૪૦૦ કરોડ રૂપિયાથી કૃષિ સંપદા યોજનાની શરૂઆત

*  ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબ પાસે પોતાનું ઘર પીએમ આવાસ યોજના હેઠળ આપીશુ

*નવાં ૫૧ લાખ ઘર બનાવવામાં આવી રહયા છે

* ખેડુતોને લોન માટે ૧૧ હજાર કરોડનું ફંડ ફાળવાશે

* શિક્ષાનું સ્‍તર ચિંતાનો વિષય

*  વિશ્‍વ બેંકની વેપારી સુગમતા રેન્‍કીંગમાં ૪૨ સ્‍થાનનો સુધાર

* ઓપરેશન ફલડ તળે ઓપરેશન ગ્રીન્‍સ શરૂ થશે, ૫૦૦ કરોડનો    પ્રસ્‍તાવ

* બાળકોને સ્‍કુલ સુધી પહોંચાડવા મોટુ લક્ષ્ય

* પ્રી-નર્સરીથી ધો-૧૨ સુધીના શિક્ષણ માટે નવી નિતિ

* આદીવાસીયો માટે એકલવ્‍ય સ્‍કુલ

* શિક્ષકો માટે એકીકૃત બી.એઙ કાર્યક્રમની શરૂઆત

*સ્‍વાચ્‍થ્‍ય માટે ૧.૫ લાખ આરોગ્‍ય કેન્‍દ્ર બનાવીશું

*બ્‍લેક બોર્ડને બદલે ડીઝીટલ બોર્ડના ઉપયોગ

* વડોદરામાં રેલ્‍વે યુનિર્વસીટી બનાવાશે

* હેલ્‍થ વેલનેશ કેન્‍દ્ર બનાવવા માટે ૧૨૦૦ કરોડનું ફંડ

* નેશનલ હેલ્‍થ પ્રોટેકશન સ્‍કીમ માટે વાર્ષિક  ૫ લાખ અપાશે.

*  ટીબીના દર્દીઓ માટે ૬૦૦ કરોડની યોજના. દર્દીને દર મહિને રૂ.૫૦૦ની સહાય

* ૨૪ નવી મેડીકલ કોલેજો ખોલાશે

* ૨૦  લાખ બાળકોને શાળાએ મોકલવાનું લક્ષ્ય

* ૧૨ રૂ.ના પ્રીમીયમમાં ૨ લાખનું વિમા કવચ

*  ત્રણ લોકસભા વિસ્‍તાર અને દરેક લોકસભા બેઠક ઉપર હોસ્‍પીટલની જાહેરાત

*  ગંગા સફાઇ માટે ૧૮૭ યોજનાઓને મંજુરી

*રોજગારી વધારવા સરકારે નવા પગલાઓ લીધા

* નાના ઉદ્યોગો માટે ૩૭૯૪ કરોડ ખર્ચાશે

* ૧૦ કરોડ પરિવારોને હેલ્‍થ વીમાથી જોડાશે, દુનિયાની સૌથી મોટી  સ્‍વાસ્‍થ્‍ય યોજના લાગુ કરવાની તૈયારી

*  નવા કર્મચારીઓના ઇપીએફમાં સરકાર ૧૨ ટકા યોગદાન આપશે

*આ વર્ષે નવી ૭૦ લાખ નોકરીઓ આપવાનું સરકારનું લક્ષ્ય

* સ્‍માટ સીર્ટી માટે ૯૯ શહેરો ચુંટવામાં આવ્‍યા છે. સીમા ઉપર રસ્‍તાઓ બનાવવા ઉપર  ભાર

* ધાર્મિક-પર્યટન શહેરો માટે હેરીટેજ સીટી યોજના

* ૧૦ પર્યટન સ્‍થળ વિકસીત કરાશે

*  પીએમ રીસર્ચ ફેલોશીપની શરૂઆત કરાશે

*શિૅક્ષામાં સુધાર માટે  આવતા ૪ વર્ષોમાં ૧ લાખ કરોડ ખર્ચ કરાશે

* સરકાર સમુદ્રી પ્‍લેનમાં નિવેશ વધારવા કામ કરાશે.

* દરેક જીલ્લામાં સ્‍કીલ સેન્‍ટર ખોલાશે

* ૧૦૦ સ્‍મારકોને આદર્શ બનાવાશે

*  ૬૦૦ રેલ્‍વે સ્‍ટેશનોને આધુનિક બનાવાશે

*વેપાર શરૂ કરવા મુદ્રા યોજના અંતર્ગત ૩ લાખ કરોડનું ફંડ ફાળવાયુ* કિશાનોને ઉત્‍પાદન પડતર કરતા ૧૫૦% વધુ વળતર મળે તેવા પ્રયત્‍નો કરવાથી કિશાનોની આવક ડબલ કરવા પ્રયત્‍નો છે

* કિશાનોને ટેકાભાવ પડતર કરતા ૧૫૦% ગણા મળે તેવા ભાવો નક્કી કરવામાં આવે.

* ૨૪૭ મિલિયન અનાજ તથા શાકભાજીનું ઉત્‍પાદન ડબલ થયુ છે.

* કુટીર ઉદ્યોગ માટે વધુ ૨૦૦ કરોડની ફાળવણી

* ૧૪૦૦ કરોડ ફૂડ પ્રોસેસીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે ફાળવણી કરવામાં આવે.

* ૫૦૦ કરોડ એગ્રીકલ્‍ચરમાં વ્‍યવસાયિક મેનેજમેન્‍ટ

* ૧૨૯૦ કરોડ વાંસના ઉત્‍પાદન માટે ફાળવણી

* ૩૦૦ કરોડ ડુંગળી બટેટા - ટમેટાના ઉત્‍પાદન માટે ફાળવણી

* ૪૨ મેગા ફૂડ પાર્ક શરૂ કરવામાં આવશે.

* ૧૫૦૦૦ કરોડ એગ્રીકલ્‍ચર ફાયનાન્‍સ બેન્‍કોને ફાળવણી

* ખેડૂતો અને ગરીબો માટે નવી યોજનાઓ

* સરકાર પોતાના દરેક સંકલ્‍પ પ્રતિ સંવેદનશીલ છે.

* ખેડૂતોને તેની ઉત્‍પાદનના વધુ ભાવ મળ્‍યા

* બજેટનું ફોકસ કૃષિ, ગ્રામીણ અર્થ વ્‍યવસ્‍થા, સ્‍વાસ્‍થ્‍ય અને વરિષ્‍ઠ નાગરીકો ઉપર હશે.

* આર્થિક સુધાર ઉપર સરકાર ખૂબ જ ઈમાનદારીપૂર્વક કામ કરી રહી છે

* કોઈપણ વિષયને ટુકડાઓમાં નહિં પણ એક સાથે સુલજાવવામાં કામ કરે છે અમારી સરકાર.

* ૨૨ હજાર હાટનું કૃષિ બજારમાં રૂપાંતર

* જૈવિક ખેતીને પ્રોત્‍સાહન અપાશે

* નવુ ગ્રામીણ બજાર ઈ-નૈમ બનાવવાની જાહેરાત

* શાકભાજી અને ફળોનું રેકોર્ડ ઉત્‍પાદન થયું

* બટેટા, ટમેટા અને ડુંગળી માટે ઓપરેશન ગ્રીન અમલમાં મૂકાશે

* સૌભાગ્‍ય યોજનાથી ૪ કરોડ ઘરોમાં વિજળી પહોંચી

* મેગા ફૂડ પાર્ક બનાવાશે

* પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો વિસ્‍તાર કરાશે

* કિશાન ક્રેડીટ કાર્ડ પશુપાલકોને પણ મળશે

* સરકારે સ્‍ટેટની કિંમત ઓછી કરી

* ૮ કરોડ ગરીબ મહિલાઓને મળશે મફત ગેસ કનેકશન

* દિલ્‍હી - એનસીઆરમાં હવાનું પ્રદૂષણ ઓછું કરવા યોજના લાવીશું

* વધુ ૨ કરોડ શૌચાલય બનાવાશે

(12:57 pm IST)