Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

જેટલીની બજેટની જાહેરાતો.....

*  ૮ કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્‍શન આપવામાં આવશે

*  ૨૦૨૨ સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક

*  દરેક ગરીબને મફત ડાયાલિસીસ સુવિધા આપવામાં આવશે

*  ૭ કરોડ શૌચાલય બનાવવાથી મહિલાઓની ગરિમા વધી

*  સિંચાઈ માટે ૨૬૦૦ કરોડ ફાળવાયા

*  પીએમ આવાસ યોજના હેઠળ ઘર અપાશે.

*  ગ્રામ્‍ય વિસ્‍તારમાં વધુને વધુ રોજગાર ઉત્‍પાદન કરવાનો લક્ષ્યાંક

*  પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

*  ખેડૂતો માટે ૧૧ લાખ કરોડનું ફંડ ફાળવાયું. ઓર્ગેનિક કૃષિને પ્રોત્‍સાહન અપઆશ.

*  ૨૦૨૨ સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક

*  દિવાસીઓને વાંસના વેચાણથી રોજી મેળવવાનો પ્રયાસ કરાશે. ૧૨૯૦ કરોડ આપી વાંસ યોજના ચલાવાશે.

*  દેશના ૪ કરોડ ઘરોને કોઈ પણ ખર્ચ વગર વીજળી કનેક્‍શન અપાશે.

*  ઓપરેશન ગ્રીન માટે ૫૦૦ કરોડ રૂપિયાનો પ્રસ્‍તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે.

*  નવું ગ્રામીણ બજાર ઈ-નેમ બનાવવાની જાહેરાત કરાઈ. ખેડૂતોને પુરતુ એમએસપી આપવાની જાહેરાત કરાઈ

*  ઓપરેશન ગ્રીન માટે ૫૦૦ કરોડ રૂપિયાનો પ્રસ્‍તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે.

*  ફાર્મ ડેવલપમેન્‍ટ ફંડ માટે ૨૦૦૦ કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરાશે

*  ખેતીનો ખર્ચો ઓછો કરવો અને પાકનો ભાવ ખેડૂતોને વધારે અપાવવો તે અમારો હેતુ

*  ચૂંટણી સમયે ખેડૂતો માટે મોટી જાહેરાત કરાઈ. ખેડૂતોને પાકના દોઢગણા ભાવ આપવાની યોગ્‍ય વ્‍યવસ્‍થા ગોઠવાશે.

*  તેમણે કહ્યું કે, આજે દેશમાં કૃષિ ઉત્‍પાદન રોકેર્ડ સ્‍તર પર છે. શાકભાજી અને ફળોનું ઐતિહાસિક ઉત્‍પાદન થયું છે. ૨૭૫ મિલિયન ટન અનાજ પેદા થયું છે. ખેડૂતોને યોગ્‍ય વળતર મળે તે માટે અમે કટિબદ્ધ છીએ

*       દુનિયામાં પાંચમી મોટી અર્થવ્‍યવસ્‍થા બનશે ભારત. સરકારે અર્થવ્‍યવસ્‍થાને નવી ઓળખ આપી છે. ગરીબોને અમે ઘરનું ઘર આપ્‍યું

*       અરુણ જેટલીએ કહ્યું કે, છેલ્લા ૪ વર્ષમાં સરકારે અનેક મુશ્‍કેલીઓનો સામનો કર્યો છે. જીએસટી આવવાથી આવકમાં વધારે થયો છે. જીએસટીને સરળ બનાવવાના પ્રયાસો ચાલુ છે. રોકાણમાં વધારો થયો છે. ગરીબી દૂર કરવાનો અમારો પ્રયાસ ચાલુ છે. બજારમાં કેશનું ચલણ ઓછું થયું છે.

(1:33 pm IST)