Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

લોકતાંત્રિક સૂચકાંકમાં ભારત ૪૨માં સ્થાને

ભારતમાં રૂઢિચુસ્ત ધાર્મિક વિચારસરણી વધી રહી છે : નોર્વે ફરી આ યાદીમાં ટોચ પર ત્યારપછી આઇસલેન્ડ, સ્વીડનનો સમાવેશ

નવી દિલ્હી તા. ૧ : ભારતમાં રૂઢિચુસ્ત ધાર્મિક વિચારસરણી વધી રહી છે અને સ્વયંનિયુકત તકેદારી સંગઠનો તથા લદ્યુમતીઓ સામેની હિંસાની વધતી જતી દ્યટના અને વધી રહેલા મતભેદની વચ્ચે વાર્ષિક વૈશ્વિક લોકતાંત્રિક સૂચકાંકમાં ભારત ૪૨મા ક્રમે સરકી ગયું છે.

નોર્વેએ ફરી વાર આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યાર પછી આઇસલેન્ડ, સ્વીડનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ(ઇઆઇયુ) ઇન્ડિયાને ગયા વર્ષે ૩૨મો ક્રમાંક આપવામાં આવ્યો હતો. નફલોવ્ડ ડેમોક્રેસીથ(તરડાયેલી કે ખામીભરી) ધરાવતા દેશોમાં વગીકૃત કરવામાં આવ્યો છે.

આ રેન્કિંગ પાંચ કેટેગરી-ચૂંટણીકીય પ્રક્રિયા અને એકમત, નાગરિક સ્વાતંત્ર્ય, સરકારની કામગીરી, રાજકીય ક્ષેત્રે સહભાગ, અને રાજકીય સંસ્કૃતિને અનુલક્ષીને ૧૬૫ સ્વતંત્ર રાજય અને બે પ્રદેશવિસ્તારને અનુલક્ષીને યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી ચાર કેટેગરી- ફૂલ ડેમોક્રસી, ફલોવ્ડ ડેમોક્રસી, હાઈબ્રિડ રેજીમ અને ઓથોરિટેરિયમ રેજિમમાં વહેંચવામાં આવી હતી.

યાદીમાં અમેરિકા(૨૧મા ક્રમે), જાપાન ઈટાલી ફ્રાન્સ, ઇઝરાયલ, સિંગાપોર અને હોંગકોંગને નફલોવ્ડ ડેમોક્રેસીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

યુકે સ્થિત મીડિયા એન્ડ ઈકોનોમિસ્ટ ગ્રુપની ૧૯૪૬માં સ્થાપના કરવામાં આવી હતી. ઈઆઈયુ બિઝનેસ, ફાઇનાન્શિયલ ફર્મ્સ અને દુનિયાના દેશોની સરકારોને બદલાઈ રહેલી દુનિયા સમજવામાં અને તકો ઝડપી લઈને જોખમને પહોંચી વળવા ૭૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.

યાદીમાં ટોપ ત્રણ દેશોમાં નોર્ડિક દેશો-નોર્વે, આઈસલેન્ડ અને સ્વિડનનો સમાવેશ થાય છે. ન્યૂ ઝીલેન્ડ ચોથા, ડેન્માર્ક પાંચમા ક્રમે છે જયારે ટોપ ટેનમાં બીજા દેશોમાં આયર્લેન્ડ, કોનેડા, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.

ટોપ ૧૯ દેશને નફૂલ ડેમોક્રેસીસથ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જયારે હાઈબ્રિડ રેજીમ્સમાં પાકિસ્તાન (૧૧૦મા ક્રમે), બંગલાદેશ (૯૨મા ક્રમે) નેપાળ(૯૪મા ક્રમે) અને ભૂતાન(૯૯મા ક્રમે)નો સમાવેશ કરવામાં આવ્યો છે.ઓથોરિટેરિયન રેજીમ્સમાં ચીન (૧૩૯) મ્યાનમાર (૧૨૦) રશિયા(૧૩૫) અને વિયેટનામ( ૧૪૦)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

(9:51 am IST)