Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

યુ.એસ.માં ઇલિનોઇસના ફોરેસ્‍ટ પાર્કની એક સ્‍ટ્રીટનું નામ ડો. ઓસ્‍ટીન પ્રભુ ડીસોઝા સ્‍ટ્રીટ રખાશે : શહેર માટે વર્ષોથી સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન ડોકટરના નામે સ્‍ટ્રીટનું નામાભિધાન કરી બહુમાન કરાશે

ઇલિનોઇસ : યુ.એસ.માં ફોરેસ્‍ટ પાર્ક, ઇલિનોઇસમાં વર્ષોથી સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન ડો.ઓસ્‍ટીન પ્રભુ ડીસોઝાના નામે શહેરમાં આવેલી એક સ્‍ટ્રીટનું નામાભિધાન કરાશે.

હેરિસન તથા ન્‍યુયોર્ક સ્‍ટ્રીટસ વચ્‍ચે ડનલોપ એવન્‍યુ નામે ઓળખાતી આ સ્‍ટ્રીટ ડો. ઓસ્‍ટીન પ્રભુ ડીસોઝાના નામે ઓળખાશે. જે બાબતને મેયરે બહાલી આપી હતી તથા ડો. ડીસોઝાની શહેર માટેની સેવાઓને બિરદાવી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. નામાભિધાન પ્રોગ્રામ સાથે ડોકટરનું બહુમાન કરવાનો પ્રોગ્રામ હવે પછી યોજાશે.

(10:11 pm IST)