Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

એક બોટલમાં હોય છે 10 ડોજ : ખુલ્યા બાદ 4-5 કલાકમાં વાપરવી પડે : કોવિશીલ્ડને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી બાદ જાણો વેક્સિનની વાતો

વેક્સીનની બોટલને 2થી 8 ડિગ્રી સેલ્સિયલ વચ્ચે તાપમાન પર સ્ટોર કરવાની જરૂર : પ્રતિ મિનિટ 5000 બોટલને ભરી રહ્યા છે અને ફેબ્રુઆરીમાં જઇને બોટલ ભરવાની ગતિ ડબલ થઇ જશે : અદાર પૂનાવાલા

નવી દિલ્હી : નવા વર્ષની શરૂઆતની સાથે સાથે ભારતમાં કોરોના વાયરસ વેક્સીનની રાહ હવે પૂર્ણ થવાના આરે છે. ભારત સરકારની કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ના જાણકારોની કમિટીએ કોરોના વાયરસની વેક્સીન કોવિશીલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ઓક્સફોર્ડની આ વેક્સીનનું પ્રોડક્શન ભારતમાં સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) કરી રહ્યુ છે

   SII વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે. ભારતમાં વેક્સીનની મંજૂરી મળ્યા બાદ આશા કરવામાં આવી રહી છે કે સરકાર જલ્દી રસીનું અભિયાન પણ શરૂ કરી શકે છે. વેક્સીનની પરવાનગી મળ્યા બાદ જાણીયે કે તેની કિંમત કેટલી હશે અને તેનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવશે. સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ એક ઇન્ટરવ્યૂમાં વેક્સીન સાથે જોડાયેલી જાણકારી શેર કરી છે.

સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યુ કે પ્રદૂષણની સંભાવનાઓને જોતા વેક્સીનને તે રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે માનવીય સંપર્કમાં ઓછામાં ઓછી આવે. પૂનાવાલાએ જણાવ્યુ કે રસી તૈયાર થવા અને તેના પેકેજિંગનું પુરૂ કામ મશીન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. બોટલને ધોયા બાદ વેક્સીન ભરવામાં આવે છે, પછી જેવી જ તે આગળ વધે છે મશીન બોટલને સીલ કરી દે છે. તે બાદ સીલ થયેલી બોટલે સ્ક્રીનિંગ મશીનમાંથી પસાર થવુ પડે છે. સ્ક્રીનિંગ મશીનની સ્વીકૃતિ જરૂરી છે.

 

સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યુ કે તેમની વેક્સીન બે ડોઝની હશે. એક વ્યક્તિને બે ડોઝ આપવા પડશે પરંતુ આ બે ડોઝ એક દિવસ અથવા કેટલાક કલાકમાં નહી પણ બેથી ત્રણ મહિનાના સમયમાં આપવામાં આવશે.

 

અદાર પૂનાવાલાએ જણાવ્યુ કે તે પ્રતિ મિનિટ 5000 બોટલને ભરી રહ્યા છે અને ફેબ્રુઆરીમાં જઇને બોટલ ભરવાની ગતિ ડબલ થઇ જશે, તેમણે જણાવ્યુ કે એક બોટલમાં 10 ડોઝ હોય છે અને એક બોટલ ખુલી ગઇ તો 4-5 કલાકમાં તેનો ઉપયોગ કરવો જરૂરી હશે, તેમણે કહ્યુ કે વેક્સીનની લગભગ 50 મિલિયન રસી પહેલા જ તૈયાર કરી લેવામાં આવી છે.

 

સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલા કોવિશીલ્ડ વેક્સીનની બોટલને 2થી 8 ડિગ્રી સેલ્સિયલ વચ્ચે તાપમાન પર સ્ટોર કરવાની જરૂર હોય છે, તેમણે કહ્યુ કે સંસ્થા પાસે સ્ટોરેજ ક્ષમતા છે જ્યા આ તમામ બોટલને સ્ટોર કરવામાં આવી રહી છે.

સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યુ કે તેમની ઇંસ્ટીટ્યૂટે વેક્સીનની બે અલગ અલગ કિંમત નક્કી કરી છે જેમાં એક ભારત સરકાર માટે છે અને બીજી ખાનગી વિસ્તાર માટે. પૂનાવાલાની માનીએ તો ભારત સરકાર માટે વેક્સીનના એક ડોઝની કિંમત 3 અમેરિકન ડૉલર હશે. બીજી તરફ ખાનગી બજાર માટે કિંમત લગભગ 700થી 800 રૂપિયા હશે.

સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યુ કે તમામ રસીની કેટલીક સાઇડ ઇફેક્ટ હોય છે, તેમણે કહ્યુ કે અમારી વેક્સીનને લઇને ચિંતાની વાત નથી કારણ કે ટ્રાયલ દરમિયાન ઓછી સંખ્યામાં લોકોએ સાઇડ ઇફેક્ટનો અનુભવ કર્યો, તેમણે કહ્યુ કે રસી લગાવ્યા બાદ તાવ, ગળામાં ખરાશ અથવા માથાનો દુખાવો થઇ શકે છે પરંતુ તે વધુ દિવસ માટે નથી. લગભગ એક બે દિવસ માટે જ રહે છે. પૂનાવાલાએ પોતાના ઇન્ટરવ્યૂમાં એક મહત્વની વાત કહી છે કે એવુ નથી કે કોરોનાની રસી લગાવ્યા બાદ કોરોના નહી થાય. પરંતુ આ વેક્સીન આ સુનિશ્ચિત કરે છે કે લક્ષણ વધુ ગંભીર નહી થાય, જેનાથી દર્દીને હોસ્પિટલમાં દાખલ ના કરવા પડે.

(11:08 pm IST)