Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

નવા વર્ષના પહેલા દિવસે ભારતમાં 60 હજાર બાળકો જન્મશે : યુનિસેફ

સમગ્ર દુનિયામાં અંદાજીત 3,71,504 બાળકોનો જન્મ થશે

નવી દિલ્હી : નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1લી જાન્યુઆરીએ સમગ્ર દુનિયામાં અંદાજીત 3,71,504 બાળકોનો જન્મ થશે. સૌથી મોટી વાત એ છે કે ભારતમાં સૌથી વધારે 60 હજાર જેટલા બાળકો જન્મ લેશે.

UNICEF તરફથી જાણકારી આપતા જણાવાયું કે, વર્ષ 2021માં અંદાજિત કુલ 14 કરોડ બાળકો પેદા થશે. સૌથી સારી વાત એ છે કે આ દરેક બાળરોનું આયુષ્ય 84 વર્ષ હોવાની આશા છે.

UNICEF પ્રમાણે પ્રશાંત ક્ષેત્રમાં સ્થિત ફિઝીમાં વર્ષ 2021નું પહેલું અને અમેરિકામાં વર્ષના અંતિમ બાળકનો જન્મ થશે. UNICEFએ જણાવ્યું છે કે, 10 દેશોમાં નવા વર્ષના પહેલા દિવસે દુનિયાભરના અડધાથી વધારે બાળકોનો જન્મ થવાનું અનુમાન છે.

UNICEFના રિપોર્ટ પ્રમાણે દુનિયાના માત્ર 10 દેશોમાં જ લગભગ 2 લાખ બાળકો જન્મશે. તેમાંથી ભારતમાં સૌથી વધારે લગભગ 60 હજાર બાળકો જન્મ લેશે. જ્યારે પાકિસ્તાનમાં 14 હજાર અને પાડોશી દેશ ચીનમાં 35 હજાર બાળકો જન્મશે.

UNICEF પ્રમાણે વર્ષ 2021ના પહેલા દિવસે જન્મ લેનારા બાળકોનું આયુષ્ય 84 વર્ષ હોવાની આશા છે. પરંતુ ભારતમાં જન્મનારા બાળકોનું આયુષ્ય થોડું ઓછું હશે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં નવા વર્ષે જન્મનારા બાળકોનું આયુષ્ય 80.9 વર્ષ થવાનું અનુમાન છે.

(9:49 pm IST)