Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

CBSE બોર્ડ એક્ઝામની નકલી ડેટશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડી

વાયરલ ડેટશીટને કેન્દ્ર સરકારના ફેક ચેક ઓર્ગેનાઇઝેશન (PIB)એ સંપૂર્ણપણે નકલી ગણાવી

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણમંત્રી નિશંકે  CBSE 10-12મીના બોર્ડ એક્ઝામની તારીખ જાહેર કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક્ઝામની નકલી ડેટશીટ વાયરલ થવા માંડી.છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝવણમાં મૂકાઇ રહ્યા છે. આ સાથે સીબીએસઇ બોર્ડો વાલીઓ-વિદ્યાર્થીઓને ગેરમાર્ગે નહીં દોરાવવાની અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ ડેટશીટને કેન્દ્ર સરકારના ફેક ચેક ઓર્ગેનાઇઝેશન (PIB)એ સંપૂર્ણપણે નકલી ગણાવી છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી પોખરિયાલ નિશંકે ટ્વીટર પર માહિતી આપતા સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12મીની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. સાથે જણાવ્યું હતું કે બોર્ડ ટુંકમાં એકઝામની ડેટશીટ જારી કરશે.

PIBએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેકચેકમાં માહિતી આપી છે. જણાવ્યું કે સીબીએસઇ 10-12 બોર્ડ પરીક્ષા 2021ની સોશિયલ મીડિયા પર ફરી રહેલી ડેટશીટ ખોટી છે. તેથી વિદ્યાર્થીઓને આ મામલે ગેરમાર્ગે નહીં દોરાવવા સલાહ આપવામાં આવે છે.SE fake datesheet news 

સરકાર સાથે સંકળાયેલી કોઇ પણ ખબર સાચી છે કે ખોટી તેની માહિતી મેળવવા માટે PIB ફેકચેક ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરી શકાય છે. કોઇ પણ વ્યક્તિ પીઆઇબી ફેક ચેકને શંકાસ્પદ ન્યૂઝનો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ કે યુઆરએલ વોટ્સએપ નંબર 8799711259 પર મોકલી માહિતી મેળવી શકે છે. અથવા pibfactcheck@gmail.com પર ઇ-મેઇલ કરી શકે છે.

 

cbse.nic.in પર ટુંકમાં ડેટશીટ મૂકાશેશિક્ષણ મંત્રીએ જણાવ્યું કે બોર્ડની સાઇટ cbse.nic.in પર ટુંકમાં એક્ઝામની ડેટશીટ ઓનલાઇન મૂકાશે. વિદ્યાર્થીઓ થિયરી એને પ્રેક્ટિકલ બંને બોર્ડ એકઝામ માટેની 2021ની ફાઇનલ ડેટશીટ સત્તાવાર બોર્ડ વેબસાઇટ પર ચેક કરી શકશે.

અગાઉ ગત સપ્તાહે શિક્ષણ મંત્રાલયે ટ્વીટર જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડ એક્ઝામની તારીખ 31મી ડિસે્મબરે જાહેર કરવામાં આવશે. શિક્ષણમંત્રી નિશંકે પણ 22 ડિસેમ્બરે પોતાના વેબિનારમાં કહ્યું હતું કે CBSE બોર્ડ પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાશે નહીં.

શિક્ષણમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે CBSE બોર્ડ પરીક્ષા માત્ર પેન અને પેપર મોડમાં જ આયોજિત કરાશે.

(8:14 pm IST)