Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

સ્થાપના દિવસે જ TMCને ઝટકો : શુભેંદુ અધિકારીના ભાઇ પણ ભાજપમાં જોડાયા

કાંઠી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સૌમેંદુ અધિકારીએ ભાજપમાં જોડાઈને કહ્યું ‘દરેક ઘરમાંથી કમલ ખીલશે , એક નવી સરકાર બનશે

તૃણમૂલ કોંગ્રેસથી ભાજપમાં આવેલા શુભેંદુ અધિકારી બાદ તેમના ભાઇ સૌમેંધુ અધિકારી પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે, તેમણે શુક્રવારે ભાજપની સભ્યતા લીધી છે. સૌમેંદુ કાંથી નગરપાલિકાના અધ્યક્ષ રહી ચુક્યા છે, તેમણે તાજેતરમાં પોતાના પદથી હટાવી દેવામાં આવ્યા હતા. સૌમેંદુએ પહેલા જ ભાજપમાં સામેલ થવાના સંકેત આપ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન TMC વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી રહેલા અધિકારીએ સરકાર પર નિશાન સાધ્યુ હતું.

કાંઠી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સૌમેંદુ અધિકારી પણ પોતાના ભાઇની જેમ જ રાજકીય નિર્ણય લઇ રહ્યા છે, તે શુક્રવારે ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન અધિકારીએ કહ્યુ, ‘અમે આ લડાઇને જીતીશું’. તેમણે રાજ્યમાં નવી સરકાર બનવાનો દાવો કર્યો છે. મમતા સરકારમાં ટ્રાન્સપોર્ટ મંત્રી રહેલા અધિકારીએ કહ્યુ, ‘એક નવી સરકાર બનશે, જે મોદીના આદર્શો અને દાવા સાથે રાજ્યને સોનાર બાંગ્લા બનાવવા માટે આગળ વધશે.’

1 જાન્યુઆરીએ ટીએમસીનો સ્થાપના દિવસ હતો. શુભેંદુએ ગુરૂવારે કહ્યુ હતું કે દરેક ઘરમાંથી કમલ ખિલશે, આ દરમિયાન જ તેમણે પોતાના ભાઇ પદચિન્હો પર ચાલી ભાજપમાં સામેલ થવાના સંકેત આપ્યા હતા. અધિકારી પરિવારના વધુ બે સભ્ય સાંસદ દિવ્યેંદુ અને શિશિર ટીએમસીમાં છે. અધિકારીએ 16 ડિસેમ્બરે ટીએમસી સાથે સબંધ તોડી નાખ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સક્રિય થઇ ગઇ છે. બીજી તરફ રાજ્યમાં સતત એક પછી એક રાજકીય ઘટનાઓને કારણે રાજકારણ ગરમાયુ છે. ગુરૂવારે ટીએમસી યૂથ વિંગના મહાસચિવ વિનય મિશ્રાના ઘરે ગૌ-તસ્કરી અને કોલસા ચોરીના આરોપોને કારણે CBIએ રેડ મારી હતી. મિશ્રા રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજીના ઘણા નજીક મનાય છે.

(8:07 pm IST)