Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

આર્મ્ડ પોલીસ ફોર્સમાં નોકરી મેળવવા પ્રાઇવેટ કે સરકારી ડોક્ટરનો અભિપ્રાય માન્ય ન ગણાય : પોલીસ ફોર્સના ડોક્ટરનો જ અભિપ્રાય આખરી ગણાય : પ્રાઇવેટ કે અન્ય સરકારી ડોક્ટર પોલીસ ફોર્સની કામગીરીથી વાકેફગાર ન હોય : દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલની નોકરીના ઉમેદવાર મહિલાએ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જેમાં જણાવાયા મુજબ મેડિકલ એક્ઝામિનેશમાં તેમને અનફિટ જાહેર કરવામાં આવ્યા હતા. જે માટે બંને હાથની કોણીના વણાંક અંગે તફાવત બતાવાયો હતો.તેથી તેમણે કર્ણાટક હોસ્પિટલ સર્જન તથા ઓર્થોપેડિક ડોક્ટરનો અભિપ્રાય લીધો હતો જે મુજબ તેઓ શારીરિક રીતે ફિટ જણાયા હતા.બંને હાથની કોણીઓના વણાંકમાં તેઓની દ્રષ્ટિએ ખાસ તફાવત જણાયો નહોતો.તેથી તેમણે મેડિકલ બોર્ડ સમક્ષ રજુઆત કરી હતી.તથા વિરોધાભાસી અભિપ્રાય  માટે માર્ગદર્શન માગ્યું હતું.તથા દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે નાગરિક જીવન માટે અને પોલીસ ફોર્સ માટે ફિટનેસ વિષે નક્કી કરવાનું હોય ત્યારે પોલીસ ફોર્સના ડોક્ટરનો અભિપ્રાય માન્ય ગણાય.કારણકે પોલીસ ફોર્સની કામગીરીથી પ્રાઇવેટ કે સરકારી ડોક્ટરો વાકેફગાર ન હોઈ શકે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:15 pm IST)