Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ચીને અરુણાચલ પ્રદેશ નજીક રેલવે લાઈન પાથરી દીધી

તિબ્બતના લહાસા અને નયીગશી શહેરને જોડનારા રેલ્વે માર્ગનું કામ પૂર્ણ કર્યું :છીગાઈ – તિબ્બત રેલ્વે બાદ શીચુઆન- તિબ્બત રેલ્વે બીજી રેલ્વે લાઇન હશે

નવી દિલ્હી : ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે, તેવા સમયે ચીને ભારતના અરુણાચલ પ્રદેશ નજીક તિબ્બતના લહાસા અને નયીગશી શહેરને જોડનારા રેલ્વે માર્ગનું કામ ગુરુવારે પૂર્ણ કરી લીધું છે. સત્તાવાર મીડિયાના જણાવ્યા અનુસાર તિબ્બતમાં છીગાઈ – તિબ્બત રેલ્વે બાદ શીચુઆન- તિબ્બત રેલ્વે બીજી રેલ્વે લાઇન હશે.

આ છીગાઈ – તિબ્બત પઠારના દક્ષિણ પૂર્વમાંથી પસાર થશે. જે વિશ્વના ભૂ-ગર્ભીય રીતે સૌથી ઓછા સક્રિય વિસ્તારમા સામેલ છે. શીચુઆન-તિબ્બત રેલ્વે, શીચુઆન પ્રાંતની રાજધાની ચેંગદુ થી શરૂ થાય છે અને યાનથી પસાર થઇને છામદો થઈને તિબ્બતમાં પ્રવેશ કરે છે. આ રેલ્વે માર્ગ ચેંગદુ અને લ્હાસા વચ્ચેની યાત્રાનો સમય 48 કલાકથી ઘટાડીને 13 કલાક કરશે.

નયીગશીને લિંજીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે અરુણાચલ પ્રદેશની સરહદ નજીક છે. ગત મહિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ અધિકારીઓ સાથે શીચુઆન પ્રાંત અને લિંજીને જોડનારી નવી રેલ્વે પરિયોજના માટે નિર્માણ કાર્યમા તેજી લાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ સીમાની સ્થિરતાની સુરક્ષામા એક મહત્વની ભૂમિકા નિભાવશે.

આ રેલ્વે માર્ગ તીબબત રેલ્વે કન્સ્ટ્રકશન કંપની લિમિટેડ અનુસાર આ રેલ્વે માર્ગ પર દર કલાકે 160 કિલોમીટર જડપે ટ્રેન પસાર થશે. જેમાં 435 કિલોમીટર લાંબો રેલ્વે માર્ગ પર 47 સુરંગ અને 120 પુલ છે. તીબબતની રાજધાની લ્હાસા અને પૂર્વ તીબબતમા સ્થિત નયીગશીથી જોડનારા રેલ્વે માર્ગનું નિર્માણ કાર્ય 2014મા શરૂ થયું છે. રેલ્વે માર્ગનું 90 ટકા વિસ્તાર સમુદ્રની નીચે 3000 મીટર થી વધારે ઊંચાઈ પર છે.

(6:52 pm IST)