Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

નવા વર્ષે મોટી રાહત : કોરોનામા હવે કોવિશીલ્ડને ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી

નવી દિલ્હી : કોરોના વેક્સીનને લઈને આજે નિષ્ણાંતોની બનેલી એક ટીમે કોરોનાની પહેલી જ વેક્સીનની મંજુરી આપી દીધી છે. દેશમાં જ બનેલી સિરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડને ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી દેવામાં આવી છે.કોરોના વેક્સિનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે મળેલી બેઠક માં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી એપ્રુવલ આપવામાં આવી છે. જાણકારી મુજબ આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ત્રણેયને એક પછી એક પછી પોતપોતાનું પ્રેઝન્ટેશન આપવાનું છે. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ છે.
અત્યાર સુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માટે અરજી કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ કોવીશીલ્ડ નામની વેક્સિન તૈયાર કરી રહી છે. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઉપરાંત સ્વદેશી વેક્સિન તૈયાર કરનારી ભારત બાયોટેકે બુધવારે પેનલ સમક્ષ રજૂ કરી હતી. જ્યારે, અમેરિકાની કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો છે. જોકે ફાઈઝરે WHO એ એક દિવસ અગાઉ ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે.
કોવિશિલ્ડ સિવાય ભારત બાયોટેકની કોવેક્સિન, ઝાયકોવિડ, રશિયાની સ્પૂતનિક-V પણ આગામી વર્ષે એપ્રિલમાં આવી જશે. પરંતુ હાલ કોવિશિલ્ડ સૌથી આગળ ચાલી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટે એસ્ટ્રાજેનેકા સાથે વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી છે. કંપનીએ યુકેમાં થયેલા ટ્રાયલના ડેટાના આધારે ભારતમાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી માગી છે.

(6:40 pm IST)