Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મેં મારો મંતવ્ય રાખ્યો, પરંતુ તે સહમતી ન હતી, શું આ લોકશાહીની ભાવના નથી ? કેરળ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ઓ રાજગોપાલનું નિવેદન

કેરલની વિધાનસભાએ ગુરૂવારે સર્વસમ્મતિથી વિવાદીત કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો હતો.

આ વિશેષ સત્રમાં બીજેપીના એકમાત્ર ધારાસભ્ય ઓ રાજગોપાલે તે પ્રસ્તાવનો વિરોધ કર્યો નહીં જેના કારણે બીજેપી નેતૃત્વ માટે અજીબ સ્થિતિ ઉભી થઈ ગઈ.

રાજગોપાલે સત્ર પછી મીડિયાને કહ્યું કે, તેમને પ્રસ્તાવનું સમર્થન કર્યું છે અને લોકશાહીની ભાવના માટે સામાન્ય સહમતિ આપી દીધી.

પાછળથી તેમને સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, તેઓ કૃષિ કાયદાઓ અથવા કેન્દ્ર સરકારના વિરોધમાં નથી.

તેમને પ્રસ્તાવ પર વોટ આપ્યો નહીં અને સ્પીકરના પ્રસ્તાવને સર્વસમ્મતિથી પાસ થવાની જાહેરાત કરી દીધી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ કેમ પ્રસ્તાવનું સમર્થન કરે છે તો તેમને કહ્યું કે, પ્રસ્તાવના કેટલાક મુદ્દાઓને લઈને તેમની ચિંતાઓ હતી જે તેમને પોતાના ભાષણમાં કહી હતી.

તેમને કહ્યું, “મેં મારો મંતવ્ય રાખ્યો. પરંતુ તે સહમતિ નહતી. શું આ લોકશાહીની ભાવના નથી?”

તેમના અનુસાર તેમને બીજેપી માટે કોઈ સમસ્યા ઉભી કરી નથી.

મારા મંતવ્ય પ્રમાણે આ લોકતાંત્રિક ભાવના છે

(4:59 pm IST)