Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જ્યાં સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી તમે નિડ્ઢિત થઇને ફરી શકો છો અને ઍન્જાય કરી શકો છો, પાર્ટી હાર્ડઃ ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહનો રાહુલ ગાંધીના ટ્વિટ ઉપર કટાક્ષ

નવી દિલ્હી: નવા વર્ષના પ્રથમ દિવસે BJP સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના ટ્વીટ પર કટાક્ષ કર્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને વર્ષની પ્રથમ રાજકીય લડાઇ ગણાવી રહ્યા છે. રાહુલ ગાંધી ભારતની બહાર છે, તે ઇટાલી ગયા છે. આ દરમિયાન ગિરિરાજ સિંહે કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યુ- નવા વર્ષ પર આપણે તેમણે યાદ કરીએ જેમણે આ વર્ષે આપણે ગુમાવી દીધા અને તેમનો આભાર માનીએ જેમણે આપણી સુરક્ષા કરતા પોતાનો જીવ ગુમાવી દીધો. મારૂ દિલ તે ખેડૂતો અને મજૂરો સાથે છે જે અન્યાય વિરૂદ્ધ પોતાનો અવાજ બુલંદ કરે છે.

રાહુલ ગાંધીના આ ટ્વીટને ગિરિરાજ સિંહે રિ ટ્વીટ કરતા કટાક્ષ કર્યો હતો. ગિરિરાજ સિંહે લખ્યુ- જ્યાર સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યાર સુધી તમે નિશ્ચિત થઇને ફરી શકો છો અને એન્જોય કરી શકો છો. પાર્ટી હાર્ડ.

વર્ષના પ્રથમ દિવસે રાહુલ ગાંધીના ટ્વીટ પર ગિરિરાજ સિંહની આવી પ્રતિક્રિયા જોઇ સોશિયલ મીડિયા યૂજર્સ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો ગિરિરાજ સિંહના કટાક્ષી પ્રશંસા કરતા લખી રહ્યા છે કે વર્ષના પ્રથમ દિવસે તો છોડી દો. બીજી તરફ ઘણા યૂજર્સ ગિરિરાજ સિંહને ટ્રોલ કરવા લાગ્યા હતા.

ગિરિરાજ સિંહને ટ્રોલ કરનારા યૂજર્સે લખ્યુ કે, મોદીજી છે માટે તો ચીનના સૈનિક લદ્દાખમાં 6 મહિનાથી ભારતની જમીન હડપ કરીને બેઠા છે. અન્ય એક યૂજર્સે લખ્યુ કે બિહારમાં રોજ હત્યા, બળાત્કાર અને લૂટ થઇ રહી છે અને તમે કહી રહ્યા છો કે લોકો નિશ્ચિત રહો.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેટલાક દિવસ પહેલા રજા પર ઇટાલી ગયા છે, તેમના ઇટાલી પ્રવાસને લઇને સોશિયલ મીડિયાથી લઇને રાજકીય ગલીઓમાં ઘણી ચર્ચા થઇ હતી. ગિરિરાજ સિંહના ટ્વીટ પર રાહુલ ગાંધીની કોઇ પ્રતિક્રિયા આવી નથી.

(4:58 pm IST)