Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ચીનના જુંગ શાનશાને ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા અને ઍશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા

નવી દિલ્હી: મુકેશ અંબાણીને વર્ષ 2020 જતા જતા બીજો ઝટકો આપી ગયુ છે. પહેલા વિશ્વના ટોપ 10 અમીરોની યાદીમાંથી બહાર થયા અને હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ હોવાનો ખિતાબ પણ હાથમાંથી જતો રહ્યો. ચીનના જુંગ શાનશાન ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીને પછાડતા એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઇન્ડેક્સ અનુસાર, વર્ષ 2020માં શાનશાનની સંપત્તિમાં સાત અબજ ડૉલરનો વધારો થયો છે, તેમણે આ સિદ્ધિ પોતાના બોટલ બંધ પાણી અને વેક્સીન બનાવનારી કંપનીને કારણે મેળવી છે.

એક વર્ષમાં સાત અબજ ડૉલર વધી સંપત્તિ

બ્લૂમબર્ગની યાદી અનુસાર, વર્ષ 2020માં જુંગ શાનશાનની સંપત્તિમાં સાત અબજ ડોલરનો વધારો થયો છે જેને કારણે તેમની કુલ સંપત્તિ વધીને 77.8 અબજ ડોલર થઇ ગઇ છે. આ વધારાએ તેમણે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બનાવી દીધા છે. બીજી તરફ મુકેશ અંબાણીની સંપત્તિ 76 અબજ ડૉલર છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનો નંબર 11મો થઇ ગયો છે. જે ઝડપથી તેમની સંપત્તિ વધી છે તે ઇતિહાસમાં સૌથી ઝડપી છે. આટલુ જ નહી એક વર્ષ પહેલા ચીનની બહાર તેમનું કોઇ નામ જાણતુ નહતુ પરંતુ આજે તેમણે અમીરોની ક્લબમાં નામ મેળવ્યુ છે.

પત્રકારિતાથી લઇને મશરૂમની ખેતી કરી

જુંગ શાનશાને કેટલાક વિસ્તારમાં પોતાનું નસીબ અજમાવ્યુ છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા પહેલા તેમણે પત્રકારિતા, મશરૂમની ખેતીથી લઇને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં હાથ અજમાવ્યો અને સફળતાની સીડી ચઢવા લાગ્યા. જુંગે આ વર્ષે એપ્રિલમાં વેક્સીન બનાવનારી કંપની બેઇજિંગ વોન્ટઇ બાયોલોજિકલને ચીનના શેર બજારમાં મુકી હતી. આ રીતે ત્રણ મહિના બાદ જુંગે પોતાની બોટલ બંધ પાણીની કંપની નોન્ગફૂ સ્પ્રિંગને હોન્ગકોંગ શેર બજારમાં મુકી હતી.

અમીરોની દુનિયાના વુલ્ફ

66 વર્ષીય જુંગ રાજકારણથી ઘણા દૂર રહે છે અને ના તો તેમનો બિઝનેસ બીજા અબજપતિ પરિવારો જેવો છે. અમીરોની યાદીમાં તેમણે લોન વુલ્ફ કહેવામાં આવે છે, તેમની આ સફળતા પાછળ તેમની બે કંપનીઓ છે. પ્રથમ કંપની બેઇજિંગ વાંટઇ બાયોલોજિકલ ફાર્મસી વેક્સીન બનાવે છે તો બીજી કંપની નોન્ગફૂ સ્પ્રિંગ બોટલ બંધ પાણી બનાવે છે.

શેર બજારમાં યાદી મુકાતા બદલાયુ નસીબ

શેર બજારમાં જુંગની કંપનીઓ યાદીમાં મુકાતા જ તેમનું નસીબ બદલાઇ ગયુ છે. શેર બજારમાં આવ્યા બાદ અત્યાર સુધી નોન્ગ ફૂ સ્પ્રિંગની કિંમતમાં 155 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે વાંટઇ બાયોલોજિકલના શેરમાં 2000 ટકાનો વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગે તેમણે વિશ્વના સૌથી ઝડપથી પોતાની સંપત્તિમાં વધારો કરનારી યાદીમાં જગ્યા આપી છે.

અમીરી પાછળ કોરોના પણ કારણ

એમ તો આ વાત પણ ચોકાવનારી છે કે જુંગ શાનશાનના આગળ નીકળ્યા પાછળ કોરોના પણ મોટુ કારણ છે, તેમની કંપની વાંટઇ બાયોલોજિકલ કોરોનાની વેક્સીન બનાવનારી કંપનીઓમાં સામેલ છે. કંપનીના શેરમાં ઉછાળનું આ પણ એક મોટુ કારણ છે. આ અઠવાડિયા જુંગની કંપની નોંગફૂના શેર ટોચ પર પહોચી ગયા જ્યારે સિટી બેન્કના વિશ્લેષકોએ કહ્યુ કે કંપનીએ બજારનું પોતાનું પ્રભૂત્વ મજબૂત કર્યુ છે અને કેસનો પ્રવાહ બનેલો છે.

(4:57 pm IST)