Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

૩ કૃષિ કાયદા રદ્દ થવા જાઇઍ, જા ૪ જાન્યુઆરીઍ તેનો કોઇ હલ ન આવે તો આંદોલન ઝડપી બનાવાશેઃ કિસાન મજદુર સંઘર્ષ કમિટીના સુખવિંદરસિંહ સભરાની જાહેરાત

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરૂદ્ધ સિંધુ બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન 37માં દિવસે પણ ચાલુ છે. કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના સુખવિંદર સિંહ સભરાએ જણાવ્યુ, “ત્રણ કૃષિ કાયદા રદ થવા જોઇએ, જો 4 જાન્યુઆરીએ તેનો કોઇ હલ નહી આવે તો આવનારા દિવસોમાં આંદોલન ઝડપી બનાવાશે. બીજી તરફ સરકાર સાથે ચર્ચા પહેલા 80 ખેડૂત સંગઠનોએ બેઠક કરી હતી. સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોર્ચાની સાંજે 5.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજાશે અને આગળની રણનીતિની જાહેરાત કરવામાં આવશે.

દિલ્હીની ઠંડીમાં ખેડૂતો ખુલ્લા આકાશ નીચે આંદોલન કરી રહ્યા છે. 1 જાન્યુઆરીએ દિલ્હીનું તાપમાન પણ 1 ડિગ્રીની આસપાસ છે પરંતુ ખેડૂત આંદોલનથી પાછળ હટવા તૈયાર નથી.

ખેડૂતોના પ્રદર્શનને કારણે ચિલ્લા અને ગાજીપુર બોર્ડરને બંધ કરી દેવામાં આવી છે. હાઇવે પુરી રીતે બંધ છે અને લોકોને ડીએનડી જવાની સલાહ આપવામાં આવી છે.

છઠ્ઠા તબક્કાની વાતચીત માટે 4 મુદ્દા હતા. પ્રથમ અને સૌથી મહત્વના મુદ્દા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનો હતો. બીજો એમએસપીને કાયદાનો દરજ્જો આપવો અને ત્રીજો મુદ્દો દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ રોકવા માટે બનેલા કાયદા હેઠળ કડક જોગવાઇના દાયરામાંથી ખેડૂતોને બહાર રાખવાનો હતો. આ સિવાય ચોથો મુદ્દો વિદ્યુત સંશોધન બિલ 2020ને પરત લેવાનો હતો. ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતૈ કહ્યુ કે, 4 જાન્યુઆરીએ યોજાનારી બેઠકમાં કાયદાની વાપસી અને એમએસપી પર કાયદો બનાવવા પર ચર્ચા થશે.

(4:57 pm IST)