Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

હવે રેલ્વેની ટિકીટ બુક કરવી પહેલા કરતા વધુ સરળ અને ઝડપી થશેઃ રેલ્વે મંત્રી પિયુષ ગોયલના હસ્તે નવી વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લીકેશનનું ઉદ્ઘાટન

નવી દિલ્હી: IRCTC UPDATE: આજથી  ટિકિટ બુક કરવાનો અંદાજ  બદલાઈ ગયો છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે IRCTCની નવી વેબસાઈટ અને મોબાઈલ એપનું ઉદ્ધાટન કર્યું. IRCTCએ દાવો કર્યો છે કે નવી વેબસાઈટથી મુસાફરોનો ટિકિટ બુક કરવાનો અનુભવ બદલાવવાનો છે. ટિકિટ બુક કરવી પહેલા કરતા વધુ સરળ અને ઝડપી થશે.

IRCTCની નવી વેબસાઈટ   https://www.irctc.co.in/nget/train-search એકદમ  બદલાઈ ગઈ છે. તે પહેલા કરતા એકદમ વ્યવસ્થિત અને સ્વચ્છ લાગી રહી છે. એક નજર IRCTCએ જે નવા ફીચર્સ એડ કર્યા છે તેના પર નાખીએ, અને તેનાથી મુસાફરોને શું ફાયદો પહોંચે તે પણ જાણીએ.

શું છે IRCTCની નવી વેબસાઈટમાં?

1. IRCTC ના ઓપનિંગ પેજ પર જ તમને તમામ જાણકારીઓ ભરીને સર્ચ કરવાનો ઓપ્શન મળશે. એટલે કે સ્ટેશનોના નામ, ક્લાસ, તારીખ, કેટેગરી, તમારે પહેલા પેજ ઉપર જ ભરવાની છે અને સર્ચ કરવાની છે.

2. આગામી પેજ ટ્રેનોના માહતી માટે ખુલશે, જે બંને સ્ટેશનો અંગે તમારા દ્વારા અપાયેલી ડિટેલ્સના આધારે ખુલશે.

3. આ પેજ પર તમને ટ્રેનના નામ, તેમના ટાઈમિંગ, અવેલેબલ સીટ, તમામ ક્લાસનું  ભાડું, એક જ જગ્યાએ મળશે. તમારે વારંવાર ક્લિક કરીને જોવું નહીં પડે.

4. જો તમે તમારી મુસાફરીની તારીખ બદલવા માંગતા હોવ અને જોવા માંગતા હોવ કે આગળ શું સ્ટેટસ છે, તો 'Book Now' સાથે જ  'Other Dates' નું ઓપ્શન અપાયું છે. જેનાથી તમે આગળની તારીખોનું સ્ટેટસ પણ જોઈ શકશો કે ટ્રેનમાં સીટ AVAILABLE છે કે નહીં.

5. જે તારીખનું ટિકિટ વેઈટિંગમાં હોયતો IRCTCનું ફીચર એ પણ જણાવી દેશે કે તેના કન્ફર્મ થવાના કેટલા ચાન્સ છે. તેનાથી તમે એ નિર્ણય લઈ શકશો કે તમારે તે તારીખની ટિકિટ બુક કરવાની રહેશે કે નહીં. પહેલા પણ આ ફીચર હતું પણ હવે તે વધુ સરળ બન્યું છે.

6. જેવું તમે Book Now પર ક્લિક કરશો કે  Log In પેજ ખુલશે જ્યાંથી તમે ટિકિટ બુકિંગની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

(4:54 pm IST)