Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

બેંચમાં બેસવા બાબતે બે છાત્રો વચ્ચે ઝઘડોઃ હત્યા

ઉત્તરપ્રદેશના બુલંદ શહેરની ઘટના : પોતાના કાકાની પિસ્તોલ લાવી ઝઘડો કરનાર વિદ્યાર્થીને ગોળી મારી પતાવી દીધો

બુલંદશહેરઃ ઉત્તરપ્રદેશના બુલંદશહેરની એક શાળામાં ગઇકાલે દસમાં ધોરણના એક વિદ્યાર્થીએ પોતાના સહપાઠીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. શિકારપુરની સરસ્વતી વિદ્યામંદિર શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે બેંચ પર બેસવા બાબતે મારામારી થઇ હતી. આરોપી વિદ્યાર્થી પોતાના દફતરમાં પોતાના કાકાની પીસ્તોલ છુપાવીને સ્કુલે આવ્યો હતો. ચાલુ કલાસ દરમિયાન તેણે પિસ્તોલથી બીજા વિદ્યાર્થીને ગોળી મારી હતી.

ઘાયલ વિદ્યાર્થીનું હોસ્પિટલ લઇ જતી વખતે મૃત્યુ થયુ હતુ. આરોપી વિદ્યાર્થીને શિક્ષકે પકડી લીધો હતો. બુલંદ શહેરના એસએસપી સંતોષકુમારસિંહે જણાવ્યુ કે વિદ્યાર્થીને કસ્ટડીમાં લઇ લેવાયો છે. પિસ્તોલ પણ કબ્જે લેવામાં આવી છે. આ પીસ્તોલ તેના કાકાની છે, જે સૈન્યમાં છે અને હાલ રજા પર ઘેર આવ્યા છે.

(3:48 pm IST)