Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જબરદસ્ત પ્લાન...૩૬૫ ના રિચાર્જમાં મળશે ૧ વર્ષની વેલિડિટી, ફ્રી કોલિંગ અને સાથે સાથે રોજનો 2GB ડેટા, ૧૦૦ SMS

નવા વર્ષના અવસરે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના ગ્રાહકો માટે ખાસ ભેટ મળી છે

નવી દિલ્હી, તા.૧: નવા વર્ષના અવસરે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના ગ્રાહકો માટે ખાસ ભેટ મળી છે. કંપનીએ હાલમાં જ ૩૬૫ રૂપિયાવાળો  પ્રીપેડ રિચાર્જ પ્લાન રજુ  કર્યો હતો. જેમાં ૩૬૫ દિવસની વેલિડિટી મળે છે.

BSNL ના ૩૬૫ રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ  પ્લાનમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. જો કે તે હેઠળ તમે રોજ ૨૫૦ મિનિટ સુધી જ ફ્રી કોલિંગ  કરી શકશો.

૩૬૫ રૂપિયાના પ્લાનમાં ફ્રી કોલિંગ ઉપરાંત રોજનો ૨ જીબી ડેટા પણ મળશે. આ સાથે જ ૧૦૦ SMS પણ ફ્રી મળશે.

BSNLના ૩૬૫ રૂપિયાવાળા  પ્રીપેડ રિચાર્જ પ્લાનની વેલિડિટી તો એક વર્ષ માટે છે પરંતુ તમામ ફ્રી બેનિફિટ માત્ર ૬૦ દિવસ માટે જ મળશે. ૬૦ દિવસ બાદ તમારે વોઈસ અને ડેટા વાઉચરની જરૂર પડશે.

૩૬૫ રૂપિયાવાળા આ પ્લાનથી  રિચાર્જ કર્યા બાદ તમારા નંબર પર એક વર્ષ સુધી ઈનકમિંગની સુવિધા મળશે.

આ રાજયો માટે પ્લાન

આ પ્લાન આંધ્ર પ્રદેશ, બિહાર-ઝારખંડ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, કોલકાતા-પશ્ચિમ બંગાળ, ઉત્ત્।ર-પૂર્વ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્ત્।ીસગઢ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પશ્ચિમ અને ઉત્ત્।ર પૂર્વ માટે ઉપલબ્ધ છે. જો કે રિચાર્જ કરતા પહેલા એકવાર જરૂર ચેક કરી લો કે આ પ્લાન તમારા સર્કલમાં ઉપલબ્ધ છે કે નહીં.

૧ વર્ષ ફ્રી કોલિંગવાળો પ્લાન

BSNLના ગ્રાહકો માટે એક વર્ષ સુધી ફ્રી કોલિંગવાળો રિચાર્જ પ્લાન પણ ઉપલબ્ધ છે. યૂઝર ૧૯૯૯ રૂપિયાથી રિચાર્જ કરીને એક વર્ષ માટે ફ્રી કોલિંગ ઉપરાંત દરરોજ ૩ જીબીડેટા અને ૧૦૦ એસએમએસનો લાભ લઈ શકે છે. બીએસએનએલના આ રિચાર્જ પ્લાનની વેલિડિટી ૩૬૫ દિવસની રહેશે અને તેની સાથે એક વર્ષ માટે ચ્શ્વંસ્ન ફંરૂદ્ગક મેમ્બરશીપ પણ મળે છે. આ ઉપરાંત આ રિચાર્જની સાથે ૬૦ દિવસ માટે લોકધુન મેમ્બરશીપ  પણ મળશે.

એરટેલનો ૧ વર્ષનો પ્લાન

બીએસએનએલ ઉપરાંત એરટેલના ગ્રાહકોને પણ એક વર્ષવાળો રિચાર્જ પ્લાન સુવિધા મળે છે. એક વર્ષની વેલિડિટી માટે એરટેલ યૂઝર્સ ૧૪૯૮ રૂપિયા અને ૨૪૯૮ રૂપિયાથી રિચાર્જ કરાવી શકે છે. ૧૪૯૮દ્ગક્ન પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ઉપરાંત વર્ષભર માટે ૩૬૦૦ અને કુલ ૨૪ જીબી ડેટા મળે છે. જયારે ૨૪૯૮ રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ઉપરાંત રોજનો ૨ જીબી ડેટા અને ૧૦૦ એસએમએસ મળે છે.

વીઆઈ(વોડાફોન-આઈડિયા)ના ગ્રાહકોને પણ એક વર્ષની વેલિડિટીવાળો રિચાર્જ પ્લાન મળે છે. આ માટે તેમને ૧૪૯૯ રૂપિયા, ૨૩૯૯ રૂપિયા અને ૨૫૯૫ રૂપિયાના ત્રણ ઓપ્શન મળે છે. ત્રણેય રિચાર્જ એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. અને તેમા અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. ૧૪૯૯ના રિચાર્જમાં એક વર્ષ માટે  કુલ ૩૬૦૦ એસએમએસ અને કુલ ૨૪ જીબી ડેટા મળે છે. જયારે ૨૩૯૯ રૂપિયાવાળા પ્લાનમાં રોજનો ૧.૫ જીબી ડેટા અને ૨૫૯૫ પ્લાનમાં રોજનો ૨ જીબી ડેટા મળે છે. આ બંને પ્લાનમાં રોજના ૧૦૦ એસએમએસ પણ મળે છે.

(3:47 pm IST)