Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અર્થતંત્રની ગાડી દોડતી થઇ : બમ્પર GST કલેકશન

સતત ત્રીજા મહિને GST કલેકશન ૧ લાખ કરોડની ઉપર : ડિસેમ્બરનું કલેકશન રૂ. ૧,૧૫,૧૭૪ કરોડ : ફેબ્રુઆરી બાદ પહેલીવાર GST કલેકશન ઓકટોબરમાં ૧ લાખ કરોડ ઉપર ગયું હતું

નવી દિલ્હી તા. ૧ : ભારતીય અર્થવ્યવસ્થા હવે પાટે ચડી રહી છે. જીએસટી કલેકશન સતત ત્રીજા મહીને એક લાખ કરોડથી વધુ રહ્યંુ. નાણા મંત્રાલયના આંકડા મુજબ ૨૦૨૦માં જીએસટી કલેકશન ૧,૧૫,૧૭૪ રૂપિયા રહ્યું. જીએસટી સંગ્રહનો આંકડો ઓકટોબરમાં એક લાખ કરોડ રૂપિયાને પાર થયો છે અને નવેમ્બરમાં સતત બીજા મહીને આ આંકડો એક લાખ કરોડને પાર રહ્યો છે. બીજી બાજુ ડિસેમ્બરમાં પણ આ આંકડો એક લાખ કરોડને પાર રહ્યો છે.

ડિસેમ્બર ૨૦૨૦ના મહીનામાં જીએસટી રાજસ્વ ૧,૧૫,૧૭૪ કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં સીજીએસટી ૨૧,૩૬૫ કરોડ રૂપિયા, એસજીએસટી ૨૭,૮૦૪ કરોડ રૂપિયા, આજીએસટી ૫૭,૪૨૬ કરોડ રૂપિયા અને ઉપકર ૮૫૭૯ કરોડ રૂપિયા છે.

સરકારનો જીએસટી સંગ્રહ નવેમ્બરમાં ૧.૦૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જો કે ઓકટોબરની સરખામણીમાં જીએસટી રાજસ્વનો આંકડો થોડાક અંશે ઘટયો છે. ઓકટોબરમાં તે ૧.૦૫ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નવેમ્બરમાં ૨૦૧૯માં જીએસટી સંગ્રહ ૧,૦૩,૪૯૧ કરોડ રૂપિયા રહ્યું હતું.

છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨માંથી ૮ મહિનામાં જીએસટી રાજસ્વ એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું હતું. જો કે ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના મહામારીના કારણે લગાવેલા લોકડાઉનની જીએસટી રાજસ્વ પ્રભાવી થયું છે.

(3:20 pm IST)