Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગુજરાતમાં ગુંડાગીરી હવે ભૂતકાળઃ રાજ્ય હવે વિકાસના માર્ગે

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૦ હજાર કરોડની યોજનાઓના લોકાર્પણ થયાઃ રાજકોટમાં ૧૧૩ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી : રાજકોટ મ.ન.પા. અને રૂડાના વિવિધ ૧૧૩ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત - લોકાર્પણ થયા : કેન્દ્રીય મંત્રી હરદિપ પુરી - રાજ્યના ગ્રામગૃહ નિર્માણના મંત્રી યોગેશ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન : આજી ડેમે હીલ ગાર્ડન, નવી વોર્ડ ઓફિસ, રસ્તા-ગટર-પાણીની યોજનાઓના ખાતમુહૂર્ત : રૂડા વિસ્તારના માધાપરમાં ભૂગર્ભ ગટરનું નવા રીંગ રોડ પર બ્રીજ - ડામર રોડ, સીસી રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત - લોકાર્પણ

વિકાસને લીલીઝંડી : રાજકોટ મહાનગરપાલિકા તથા રૂડાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થયા હતા તેના મુખ્ય ડાયસ ફંકશનની તસ્વીરમાં આ તકે ઉપસ્થિત મહાનુભાવો, ધારાસભ્યો, સંસદ સભ્ય તથા શહેર ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ : આજે રાજકોટમાં મ.ન.પા. અને રૂડાના વિવિધ કુલ ૧૧૩ કરોડના વિકાસકામોના લોકાર્પણ તથા ખાતમુહુર્તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થયા હતા. જેનું મુખ્ય ડાયસ ફંકશન રૈયા ગામ પરશુરામ ધામ પાસે થયું હતું. આ તકે વિજયભાઇએ ગૌરવભેર જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં પોરબંદર સંતોકબેનનું, અમદાવાદ લતીફનું અને સુરત મ. સુરતીનું તથા કચ્છ ઇભલા શેઠનું હતું. આજે ગુજરાત ગાંધી અને મોદીનું છે. કેમકે ગુંડા ગુજરાત છોડી દયે તેવા કાયદા બન્યા છે. દારૂ - જમીન અને બિલ્ડીંગ પ્લાનના કાયદા સુધારાયા છે. ૩૦૦ ટી.પી. સ્કીમ ભ્રષ્ટાચાર વગર આપી છે. ૪૦ ડી.પી. મંજુર થઇ છે જેનું પરિણામ ૫ વર્ષમાં દેખાશે. ગુજરાતમાં રો-રો સર્વિસ, સી-પ્લેન, કચ્છ રિન્યુએબલ પાર્ક, ખેતરોમાં દિવસે વિજળી જેવા વિકાસકામો કરાયા છે. હું ૨૦-૨૦ રમવા આવ્યો છું ત્યારે હવે ગુજરાત આ નવા ૨૦૨૧ના વર્ષમાં વિકાસની હરણફાળ ભરશે. કોરોના કાળના ૧૦ મહીના પ્રજાના સહયોગથી હેમખેમ પાર પાડયું. આરોગ્ય સુખાકારી સુધારાઇ છે અને કોરોનાની આફતને અવસરમાં પલટી છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવેલ કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૦ હજાર કરોડની યોજનાઓના લોકાર્પણ થયા. કોરોનાના કપરા કાળમાં ૧૦ મહિનાથી સંક્રમણ રોકવા, પ્રજાના સહયોગથી આ આપત્તિને અવસરમાં પલટી નવી હેલ્થ સીસ્ટમ, નવુ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરાયું. હવે એઇમ્સ હોસ્પિટલની અવ્વલ દરજ્જાની આરોગ્ય સુવિધા ઘરઆંગણે મળશે.

હવે ૨૦૨૧માં નવી આશાઓ સાથે નવા કાર્યો કરવાના છે. ૨૦-૨૦ રમવા આવ્યો છું તેથી ધડાધડ ૩૦૦ ટી.પી. સ્કીમો ભ્રષ્ટાચાર વગર મંજુર કરાઇ અને ૪૦ ડી.પી. મંજુર થઇ જે ગુજરાતનો વિકાસ ઝડપી બનાવશે. આવતા પાંચ વર્ષમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇએ કોંગ્રેસ સામે નિશાન તાંકીને કહ્યું હતું કે, 'ગુજરાતમાં દારૂ અંગે ટીકા કરનારા લોકો પહેલા તેઓના શાસનવાળા રાજ્યમાં દારૂ

બંધી તો મૂકી જુએ પછી ટીકા કરે.' અગાઉ પોરબંદર સંતોકબેનનું, અમદાવાદ લતીફનું, સુરત મ. સુરતીનું અને કચ્છ ઇભલા શેઠનું હતું. આજે ગુજરાત ગાંધી અને મોદીનું છે. કેમકે ગુંડાઓને ગુજરાત છોડવું પડે તેવા કાયદાઓ ગુજરાતમાં અમલી બનાવાયા છે.

રૈયા ગામ પરશુરામ મંદિર ખાતે યોજાયેલ આ સમારોહના મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, હાઈસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્રેટરી લોચન સહેરા અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહેલ. (૨૧.૨૦)

વિજયભાઇના હસ્તે થયેલ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોની ઝલક

રાજકોટઃ  વોર્ડ નં.૧૫માં અમૃત યોજના અંતર્ગત આજી ડેમ વિસ્તારના હીલ ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપીંગ તથા ગાર્ડન, વોર્ડ નં.૦૩ માં રેલનગર વિસ્તારોમાં પાણીની ડી.આઇ. પાઇપ લાઇન, જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટે Aquatic Weed Harvester Cum Weed Removal મશીન અને વોર્ડ નં.૧૪ માં કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ ઓફિસ – ૧૪ (અ) માં નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ થશે.

જયારે વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્તારમાં TP ૩૧ ના FP ૩૧/૪ ની ૨૬૨૦૧ ચો.મી. જગ્યામાં નવી શાળા બનાવવાનું કામ, કોઠારિયા સર્વે નં. ૩પર પૈકીની જમીન ઉપર 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત નવું સેમી કલોઝડ ટાઇપ રીફયુઝડ ટ્રાન્સફર સ્ટેશન જરૂરી આનુસંગિક સુવિધા સાથે બનાવવાનું સીવીલ કામ, શહેરમાં ભાવનગર રોડ અમુલ સર્કલ નજીક આવેલ આજી ડેપો ખાતે નવા ઈલેકટ્રીક બસ ડેપોનું નિર્માણ, વોર્ડ નં.- ૧૦ કાલાવડ રોડ, આત્મીય કોલેજની બાજુમાં, હૈયાત ઈ.એસ.આર.ની બાજુમાં, નવાં ૩૦ લાખ લિટર ક્ષમતાંનો, ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટ ધરાવતો, ઈ.એસ.આર. તથા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી ઈ.એસ.આર. સુધી, ૯૧૪ મી.મી. વ્યાસની ૬૫૦ મીટર લંબાઈ ની એમ.એસ. પાઈપ લાઈનનું સિવિલ એન્જીનીયરીંગ બાંધકામ પ્રોજેકટ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં જંકશન પ્લોટ તેમજ કોલસાવાડી વિસ્તારને ડામર રીકાર્પેટ કરવાનું કામ, સોખડા ખાતે આવેલ સર્વે ન.-૧૦ અને ૧૧ની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ કરવાનું તથા ઓફીસ કામ, વોર્ડ નં૪ મા ટીપી ૩૧ મા ટીપી રોડ મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ પાસેનો ટી.પી. રોડ તથા રેલનગરમાં અન્ય મેટલીંગ થયેલ ટી.પી. રોડને ડામર કરવાનું કામ, વોર્ડ.ન.૧૮ મા બોલબાલા રોડની બન્ને બાજુ ફૂટપાથ કરવા અને રસ્તાની બન્ને બાજુ સાઈડ સોલ્ડર અને મેટલીંગ કરવાનું કામ, વોર્ડ.ન.૧૮ મા સાઈબાબા સર્કલથી ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર ઉતર બાજુ આવેલ સોસાયટીઓમા મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.-૯માં નાગરીક બેંક થી સાધુ વાસવાણી મેઇન રોડ સુધી ૯૦૦ એમ.એમ. ડાયા સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ, વોર્ડ નં.૧૪ માં આવેલ કેનાલ રોડ પર આવેલ લલુડી વોકળી તથા જીનપ્રેસ તરફ જવાના રસ્તા પર આવેલ જુનવાણી નાલુ પહોળુ/નવું કરવા અંગે, મોરબી રોડ પર વેલનાથ પરામાં મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં ૪ મા ટીપી સ્કીમ નં ૧૭મા આવેલ ગણેશ પાર્ક તથા લાગુ ૧૫ મીટર તથા ૧૨ મીટર ટીપી રોડ પર ૨૫૦,૧૫૦ તથા ૧૦૦ મીમી ડાયા ડી.આઈ.પાઈપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.-૯માં રૈયા વોંકળામાં સવન એપાર્ટમેન્ટ થી રૈયા સ્મશાન સુધી રીટેઇનીંગ વોલ કરવાનું કામ, વોર્ડ નં ૪ મા ભગવતીપરા શેરી નં ૫મા RMC સ્કુલની પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર ડીસમેન્ટલ કરી નવુ આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ, વોર્ડ નં ૪ મા ટીપી સ્કીમ નં ૧૫મા ક્રિષ્ના સોસા.બી તથા તેને લાગુ ૧૮મીટર ૧૨મીટર તથા ૯મીટર ટીપી રોડ પર ૩૦૦,૨૦૦,૧૫૦ તથા ૧૦૦ મીમી ડાયા ડી.આઈ પાઇપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.૨ માં રેસકોર્ષ ખાતે સાયન્સ ભવન, શ્રી અરવિંદભાઇ મણિયાર ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર અને પ્રમુખ સ્વામી પ્લેનેટોરીયમને ઇલેકટ્રીફીકેશન વર્ક સહિત રીનોવેશન કરવાનું કામ, વોર્ડ નં.-૧રમાં આવેલ ર૪.૦૦ મી. ટી.પી. રોડ પર શનૈશ્વર પાર્કની પાછળનાં ભાગે બોકસ કલવર્ટ કરવાનું કામ, વોર્ડ નં.૦૭ માં રામનાથપરા ઇન્દીરાબ્રીજ પાસે રા.મ્યુ.કો. નાં પ્લોટમાં ફુલ બજાર બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સાથોસાથ રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ા મંડળ (રૂડા) ના રૂડા વિસ્તારના માધાપર ગામે ભુગર્ભ ગટર, ટી.પી.-૯, ટી.પી-૧૭ અવધ રોડ અને ગોકુલ-મથુરા સોસાયટીના રસ્તાનું ડામર કામ, રીંગરોડ-૨, ફેઝ-૨ ચે.૬૨૦૦ પર બ્રીજ, શિવાલય એપાર્ટમેન્ટ થી રીંગરોડ (મારૂતી સુઝુકી શોરૂમ) મોરબી બાયપાસને જોડતાં રસ્તાનું ડામર કામ, કાલાવડ રોડ થી હરીપર (પાળ) ગામને જોડતા રસ્તાનું ડામર કામ, ટી.પી.-૧૦ અને ટી.પી.-૧૭ નાં રીઝર્વેશન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, રૂડા વિસ્તારનાં વિવિધ ગામોમાં સી.સી. રોડ(ફેઝ-૨)નું લોકાર્પણ થશે. જયારે નારણકા અને વાજડીગઢ ગામના રસ્તાનું ડામર કામ, રૂડા ટ્રાન્સપોર્ટ નગર અને ગુંદા થી કુચીયાદડ (કુવાડવા સરધાર રોડ) સુધીના રસ્તાનું ડામર કામ, આણંદપર બસ સ્ટેન્ડ થી અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

(3:18 pm IST)