Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

બંને હાથ પગ ગુમાવ્યા બાદ ૯ વર્ષનો આ છોકરો મોઢેથી પેઇન્ટિંગ કરે છે

તેલંગણના ૯ વર્ષના મધુકુમાર નામના છોકરાએ અકસ્માતમાં બંને હાથ અને પગ ગુમાવ્યા બાદ પણ મોઢામાં પેઇન્ટ-બ્રશ પકડીને પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યુ છે

હૈદ્રાબાદ, તા.૧: તેલંગણાના ૯ વર્ષના મધુકુમાર નામના છોકરાએ અકસ્માતમાં બન્ને હાથ અને પગ ગુમાવ્યા બાદ પણ મોઢામાં પેઇન્ટ-બ્રશ પકડીને પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. પેઇન્ટિંગ કરવાની ધગશ અને ખૂબ મહેનત કરીને સુંદર ચિત્રકારી કરનાર આ બાળક અન્યો માટે પ્રેરણાનો સ્રેત બન્યો છે. છઠ્ઠા ધોરણમાં ભણતા મધુએ ગયા વર્ષે જીવલેણ અકસ્માતનો સામનો કરેલો. મધુકુમારનું કહેવું છે કે એ વખતે મેં સાવ આશા ગુમાવી દીધી હતી, પરંતુ અનેક લોકો મારી વહારે આવ્યા અને મેં પેઇન્ટિંગ કરવાનું શીખી લીધું.

૧૫ સપ્ટેમ્બરે કામકોલે ગામના પોતાના ઘરની ટેરેસ પર રમતી વખતે લોખંડનો સળિયો જીવંત વાયર સાથે સંપર્કમાં આવતાં એનો આંચકો લાગતાં મધુકુમારે બંને હાથ અને પગ ગુમાવી દીધા હતા. મધુકુમારના માતા પિતા જણાવે છે કે મારાં બીજાં ત્રણ સંતાન હોવાથી મારે માટે મધુનું પાલન-પોષણ કરવું મુશ્કેલ હતું. આ વખતે એક કલાકાર ડોકટર સમુદ્રલા હર્ષાએ મધુકુમારને મોઢાથી સ્કેચ કરવાનું શીખવવાની તાલીમ આપવાની ઓફર કરી. ચિરંજીવી અને તેના જેવી અનેક જાણીતી હસ્તીઓએ મધુકુમારની આ કળાનાં વખાણ કર્યાં છે. મધુકુમાર હર્ષા સાથે એક લાઇવ ઇવેન્ટમાં ભાગ પણ લઈ ચૂકયો છે.(

(2:53 pm IST)