Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કપિલ શર્મા ભરે છે ૧પ કરોડનો ઇન્કમટેક્ષ

દેશના વિકાસ માટે ભરવો જ જોઇએ ટેક્ષ

નવી દિલ્હી તા. ૧ :.. કપિલ શર્માને ઓળખ ભલે કોમેડી કિંગ તરીકે મળી હોય પણ તે એક સારો અભિનેતા, એંકર, હોસ્ટ અને સિંગર પણ છે. તે ફોર્બ્સ ઇન્ડીયા સેલેબ્રીટી લીસ્ટમાં ટોપ-૧૦૦ માં પણ જગ્યા મેળવી ચૂકયા છે. પહેલા કપિલ શર્માએ 'કોમેડી નાઇટ વીથ કપિલ' નામનો શો આવતો હતો અને હવે તે 'ધ કપિલ શર્મા શો' દ્વારા લોકોને હસાવે છે. કોમેડી શો ઉપરાંત કપિલે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. કપિલ શર્મા પાસે કોમેડી શો ઉપરાંત આવકના અન્ય સ્ત્રોતો પણ છે, પણ શું તમે જાણો છો કે આ કોમેડી કીંગ પોતાની આવકનો કેટલો હિસ્સો સરકારને ટેક્ષરૂપે આપે છે.

કપિલે પોતાના એક એપીસોડમાં પોતાના  આવક વેરા અંગે ખુલાસો કર્યો હતો. કોમેડી કિંગે જણાવ્યું હતું કે તે એક વર્ષમાં ૧પ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્ષ ભરે છે. કપિલનું માનીએ તો ઇન્કમ ટેક્ષ ભરતા રહેવું જોઇએ કેમ કે તે આપણા દેશના વિકાસમાં યોગદાન આપે છે. જણાવી દઇએ કે જે એપિસોડમાં કોમેડી કીંગે પોતાની આવક વેરાની રકમનો ખુલાસો કર્યો હતો તેમાં બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્ય રાય બચ્ચન ગેસ્ટ તરીકે આવી હતી. આ એપીસોડમાં બધા લોકો કપિલની આવકવેરાની રકમ સાંભળીને ચકિત થઇ ગયા હતાં.

(2:53 pm IST)