Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિપક્ષી એકતાના સંકેતઃ પવાર-યેચુરી મળ્યા

ખેડૂતોના મુદે વિપક્ષના તમામ પક્ષો એકજુથઃ યેચુરી રાહુલ સાથે પણ વાત કરશે

નવી દિલ્હીઃ માકપા મહાસચીવ સીતારામ યેચુરીએ નવા વર્ષમાં વિપક્ષોને ફરી એક કરવાનું બીડુ ઉઠાવ્યું છે. આ ક્રમમાં તેમણે એનસીપી પ્રમુખ શરદ પવારને નવી દિલ્હીમાં વાતચીત માટે નિમંત્રણ પાઠવ્યું હતુ. પવાર સાથેની વાતચીત પછી યેચુરીએ પવારને કદાવર નેતા ગણાવ્યા હતા.

 યેચુરીએ પવાર સાથે થયેલ હાલની વાતચીતનો ખુલાસો કરતા કહ્યું 'મે તમને નિમંત્રણ આપ્યું, તેઓ આવ્યા એ બદલ હું તેમનો આભારી છું, હું તેમની સાથે ફરીથી વાતચીત કરીશ અને રાહુલજી સાથે પણ' તમને જયારે પુછવામાં આવ્યુ કે શું પવારને વિરોધ પક્ષોની કમાન સોંપવાનો મુળ વિચાર તેમનો છે તેના જવાબમાં  યેચુરીએ કહ્યું કે મુળ મુદો વિપક્ષોને એક સાથે લાવવાનો છે. અને પહેલા પણ અનેક મુદાઓ પર એકજુથતાનું પ્રદર્શન કરી ચુકયા છીએ અને અત્યારે પણ ખેડૂતોના મુદે એક જુથ છીએ.  યેચુરીએ કહ્યું કે મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસમાં કેટલીક ભારતીય લોકશાહીને નબળી બનાવવામાં આવે.

(2:52 pm IST)