Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

યુપી ગેટ પર એક અઠવાડીયામાં પહોંચ્યા ૩૦ હજાર ખેડૂતો

બધાના નામ, સરનામા, મોબાઇલ નંબર, આધારનંબર નોંધવામાં આવે છે

નવી દિલ્હીઃ યુપી ગેટ પર છેલ્લા એક અઠવાડીયાથી આંદોલનમાં જોડાઇ રહેલા ખેડૂતોના નામ, સરનામા, મોબાઇલ નંબરથી સાથે આધારકાર્ડ નંબર અથવા અન્ય મહત્વપૂર્ણ ડોકયુમેન્ટના નંબર નોટ કરીને તેમની હાજરી નોંધવામાં આવે છે. જો કોઇ ખેડૂત ગાડી અથવા ટ્રેકટર સાથે આંદોલનમાં પહોંચે તો તેનો નંબર પણ રજીસ્ટરમાં લખવામાં આવે છે.

રજીસ્ટ્રેશન અભિયાન ચલાવનારના હેડ તરણજીતસિંહે જણાવ્યું કે ૨૫ ડીસેમ્બરથી તેમનું અભિયાન રોજ સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલે છે. આ દરમિયાન આવનાર ખેડૂતોના નામ-સરનામા નોંધાવામાં આવે છે. ૨૭ ડીસેમ્બર  સુધીમાં રજીસ્ટરમાં ૧૦ હજાર ખેડૂતોને નોંધણી કરાવી હતી પણ આ ત્રણ દિવસમાં ખેડૂતોની સંખ્યા ૧૦ હજારથી વધીને ૩૦ હજાર ઉપર પહોંચી ગઇ છે. તરણજીત અનુસાર, આ રજીસ્ટરોના આધારે ખેડૂત આંદોલન સમાપ્ત થયા પછી તેમની સમસ્યાઓ સુલઝાવવા માટે વોટસએપગ્રુપ બનાવવામાં આવશે. તરણજીત અનુસાર જો સરકાર ખેડૂતો માંગ પુરી કરવામાં મોડુ કરશે તો આગામી દિવસોમાં સંખ્યા ૫૦ હજારથી ઉપર પહોંચી જશે. ખેડુતો આવવાનું રોજ ચાલુ જ છે. પહેલા પશ્ચિમ ઉત્તરપ્રદેશના ખેડૂતો વધારે આવતા હતા હવે તો દુર દુરના રાજયોમાંથી પણ ખેડૂતો આવી રહયા છે.

(2:51 pm IST)