Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિદેશી રોકાણ મામલે સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફિલપકાર્ટ અને એમેઝોન સામે તપાસનો આદેશ

વિદેશી રોકાણની ઇડી અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તપાસ કરશે

નવી દિલ્હી : દેશમાં કારોબાર કરી રહેલ બે સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં વિદેશી રોકાણની ઇડી અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તપાસ કરશે. સરકારે તેમને આ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે એફડીઆઈ પોલિસી અને ફેમા નિયમોના ઉલ્લંઘન બાબતે ઘણી વખત ફરિયાદો કરી હતી. આ બાદ સરકારે આ પગલું ભર્યું હતું.

સરકારના આ આદેશથી ઈ-કોમર્સ કંપનીઓની ચિંતામાં વધારો થયો છે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતીયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે કોમર્સ મંત્રી પિયુષ ગોયલને કૈટ તરફથી ઘણી ફરિયાદો મોકલવામાં આવી હતી. આ બાદ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટર્નલ ટ્રેડે રિઝર્વ બેન્ક અને ઇડીને પત્ર લખી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ભરતીયાએ જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટ અને આદિત્ય બિરલા ગ્રુપ વચ્ચે થયેલ સોદામાં એફડીઆઈ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે. આ અગાઉ ભારતમાં સેલ્યુલર ફોન બનાવનારી કંપનીઓની સંસ્થા ઇન્ડિયન સેલ્યુલર એસોસિએશન પણ ફરિયાદ કરી ચુકી છે. આ સંસ્થાનું કહેવું છે કે ઈ-કોમર્સ કંપનીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મોબાઈલ ફોન પર ડિસ્કાઉન્ટ આપીને FDI નિયમોનો ભંગ કરી રહી છે.

(1:25 pm IST)