Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

બાગપતમાં ગાઢ ધુમ્મસના કારણે એક્સપ્રેસ-વે પર અથડાઈ 18 ગાડીઓ : ઘણા લોકો થયા ઈજાગ્રસ્ત

ઇજાગ્રસ્તોને બાગપત જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા

બાગપતમાં ગાઢ ધુમ્મસના કારણે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર 18 થી વધારે ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. જેને બાગપતના જિલ્લા હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઘટના સ્થળે  પ્રશાસનની ટીમ પણ પહોંચી ગઈ છે અને એક્સપ્રેસ-વેને ખાલી કરાવવાની કવાયત કરવામાં આવી રહી છે

હવામાન વિભાગે દિલ્હીમાં 3 થી 5 જાન્યુઆરીની વચ્ચે વરસાદનું અનુમાન દર્શાવ્યુ છે. તે સિવાય પશ્વિમી વિક્ષોભના કારણે પશ્વિમી હિમાલયન રીઝનમાં બરફવર્ષાનો પણ અંદાજ છે. વિભાગે મેદાની વિસ્તારોમાં શીતલહરનું પણ અનુમાન વ્યક્ત કર્યુ છે.

(1:09 pm IST)