Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

યુપીના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિના ઘરે ઇડીના દરોડાઃ ૧૧ લાખની રદ કરન્સી મળી

લખનૌ,તા. ૧: દુષ્કર્મ મામલામાં આરોપી અને સપા સરકારના કદાવર મંત્રી રહી ચુકેલ ગાયત્રી પ્રસાદ પ્રજાપતિના ઘર અને ઓફીસ સહીત અન્ય ઠેકાણાઓ ઉપર ઇડીની ટીમ દ્વારા દરોડામાં ઘણા અગત્યના દસ્તાવેજ મળેલ. ઇડીએ ગાયત્રી પ્રજાપતિ તેના પુત્ર અને નજીકના લોકોના ઘર અને ઓફીસ સહિત ૭ જગ્યાએ એક સાથે રેડ કરેલ. લખનૌમાં ઇડીને ૧૧ લાખની જુની ચલણી નોટ, પાંચ લાખની સાદા સ્ટેમ્પ સહીત ડઝન જેટલી સંપતિઓના દસ્તાવેજ મળેલ. ઉપરાંત ડ્રાઇવરના નામે ૨૦૦ કરોડની સંપતિના પુરાવા મળ્યાની વાત પણ સામે આવી છે.

(12:48 pm IST)