Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રસોઇ ગેસના ભાવમાં ૧૭ રૂ.નો વધારો

નવા વર્ષે આમ આદમીને ઝટકો

નવી દિલ્હી તા. ૧ : ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જાન્યુઆરી મહિનાની ગેસની કિંમતો જારી કરી દીધી છે. કંપનીઓએ ડિસમ્બર મહિનામાં રાંધણ ગેસ એટલે કે LPG સિલિન્ડરની કિંમતોમાં બે વાર વધારો કરી ૧૦૦ રૂપિયા વધારી હતી. હવે સબસિડી વિનાના LPG સિલિન્ડરની કિંમતમાં કોઇ વધારો નથી કર્યો અને ભાવ ૬૯૪ રૂપિયા પર સ્થિર રાખ્યો છે. જો કે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૫૬ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરની કિંમત ૧,૩૩૨ રૂપિયાથી વધીને ૧,૩૪૯ રૂપિયા થઇ ગઇ છે. ૧૯ કિલોગ્રામ વાળો LPG સિલિન્ડર ૧૭ રૂપિયા સુધી મોંઘો થઇ ગયો છે. ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડરની કિંમત ૬૯૪ રૂપિયા છે.

ચેન્નઈમાં ૧૯ કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૪૪૬.૫૦ રૂપિયા વધીને ૧,૪૬૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં ૧૭ રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં વધારો થય છે. અહિંયા ૧૪.૨ કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત ૭૧૦ રૂપિયા છે. મુંબઈમાં ૧૯ કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૨૮૦.૫૦થી વધીને ૧,૨૯૭,.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં ૧૭ રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં વધારો થયો છે.૧૪.૨ કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત ૬૯૪ રૂપિયા છે.

કોલકાતામાં ૧૯ કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૩૮૭.૫૦ રૂપિયા વધીને ૧,૪૧૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં ૨૨.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં વધારો થયો છે. અહિંયા રાંધણ ગેસની કિંમત ૭૨૦.૫૦ રૂપિયા છે.

(11:08 am IST)