Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મોદી વિશ્વના સૌથી વધુ સ્વિકૃત નેતા

મોર્નિંગ કન્સલ્ટના સર્વેનો દાવોઃ સ્વિકૃતિ રેટીંગ ૫૫ ટકા

નવી દિલ્હી, તા. ૧ :. ૨૦૨૧ના પ્રથમ દિવસે જ વડાપ્રધાન મોદી અને તેમના શુભ ચિંતકો માટે સારા સમાચારો આવ્યા છે. વિશ્વના નેતાઓની તેમના કાર્યકાળમાં સ્વિકૃતિ પર નજર રાખતી ડેટા ફર્મ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર પીએમ મોદી ૫૫ ટકા સ્વિકૃતિ સાથે વિશ્વ નેતાઓમાં ટોચ પર છે.

મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર ૭૫ ટકા લોકોએ પીએમ મોદીનું સમર્થન કર્યુ, જ્યારે ૨૦ ટકાએ તેમને સ્વીકાર્યા નહોતા.

જેના કારણે તેમની કુલ સ્વિકૃતિ રેટીંગ ૫૫ રહી છે જે વિશ્વના અલગ અલગ દેશોના નેતાઓમાં સૌથી વધુ છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલની સ્વિકૃતિ રેટીંગ ૨૪ ટકા રહી છે.

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સનની સ્વિકૃતિ રેટીંગ નકારાત્મક રહેલ છે. જેનો અર્થ એ થયો કે તેમના સમર્થન કરતા લોકોથી વધુ તેમના વિરોધીઓ છે.

(11:08 am IST)