Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

PHD ચેમ્બરનું અનુમાન

કિસાન આંદોલનથી રૂ. ૭૦,૦૦૦ કરોડનું નુકસાન

નવી દિલ્હી,તા. ૧:ઉદ્યોગ મંડળના અધ્યક્ષ સંજય અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીના ૩૬ દિવસના ખેડૂત આંદોલનથી ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિકમાં ૭૦ હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન અનુમાનિત છે.

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનને લઈને ખાસ કરીને પંજાબ, હરિયાણા અને દિલ્હીના સીમાવર્તી વિસ્તારોમાં આપૂર્તિની વ્યવસ્થા બાધિત થવાથી ડિસેમ્બર તિમાહીમાં ૭૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ઉદ્યોગ મંડળ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સે ગુરૂવારે આ જાણકારી આપી હતી.

 ઉદ્યોગ મંડળના અધ્યક્ષ સંજય અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીના ૩૬ દિવસના ખેડૂત આંદોલનથી ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિકમાં ૭૦ હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન અનુમાનિત છે. તેનું કારણ ખાસ કરીને પંજાબ, હરિયાણા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સીમાવર્તી વિસ્તારોમાં આપૂર્તિ વ્યવસ્થામાં બાધા ઉત્પન્ન થવું છે. 

આ સાથે જ તેઓએ કહ્યું કે સરકાર અને ખેડૂતોની વચ્ચે અવશેષોને ખતમ કરવા માટે લઈને દંડં અને વીજળી સંશોધન વિધેયક ૨૦૨૦ને લઈને સહમતિ બની છે. ઉદ્યોગ મંડળ હવે ૨ અન્ય મુદ્દાને લઈને પણ સમાધાનની આશા રાખી રહ્યું છે. 

કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે ૩ કૃષિ કાયદાને ખતમ કરવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્યને લઈને કાયદીય ગેરેંટીને લઈને વાત અટકી છે. તેઓએ કહ્યું કે આંદોલનથી ખાદ્ય અને પ્રસંસ્કરણ, કપડા, પરિધાન, વાહન, કૃષિ મશીનરી, સૂચના પ્રૌદ્યોગિકી, વેપાર, પર્યટન, હોટલ અને રેસ્ટોરાં તથા પરિવહન ક્ષેત્ર આંદોલનથી સૌથી વધુ પ્રભાવિત છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ખેડૂતો લગભગ એક મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતોની વચ્ચે છઠઠી વખતની વાતચીત ચાલુ થઈ છે. આવનારી બેઠક ૪ જાન્યુઆરીએ થવાની છે.  છેલ્લી બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ૪માંથી ૨ માંગ અમે માની છે. આ સિવાય અન્ય માંગ પર પણ વિચાર કરાશે. મંત્રીએ કહ્યું કે તેઓ કાયદા પરત નહીં લે. તેઓએ કહ્યું કે બેઠકમા માહોલ સારો રહ્યો અને સાથે જ કૃષિ મંત્રીએ કહ્યું કે પરાલી અને વીજળી એકટ પર સહમતિ બની ચૂકી છે. ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર વાત ચાલી રહી છે.

(10:08 am IST)