Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

પ્રેમી પંખિડાને રસ્તા ઉપર ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યુ

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ : એક હુમલાખોર ગાડીની પાસે આવ્યો અને ગાડીની બારી ખોલી યુવતી પર તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી હતી

રોહતક,તા.૩૧ : હરિયાણાના રોહતક જિલ્લામાં ફરી એક વાર ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. અહીં યુવતીના પરિજનોએ કોર્ટ મેરેજ કરવા જઈ રહેા પ્રેમી જોડાની ગોળી મારીને હત્યા કરી દીધી. દિલ્હી બાઇપાસ ચોક પર જાહેરમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. મૂળે, રોહતકના કન્હેલી ગામની રહેવાસી પૂજા અને બખેતા ગામનો રોહિત એક બીજા સાથે પ્રેમ કરતા હતા. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ યુવતીના પરિજન તેનાથી નારાજ હતા. જોકે બાદમાં તેઓએ પોતાની સહમતિ આપી દીધી અને અને બંનેને કોર્ટ મેરેજ માટે રોહતક બોલાવી દીધા. પૂજા અને રોહિતના પરિવારના લોકોએ વાત પર વિશ્વાસ મૂકી દીધો એન તેઓ ગાડીમાં સવાર થઈને રોહતક પહોંચી ગયા. રોહિતની સાથે તેની માતા અને ભાઈ મોહિત પણ ગાડીમાં સવાર હતા,

પરંતુ દરમિયાન યુવતીના પરિજનો દિલ્હી બાઇપાસ ચોક પર આવે છે અને નજીકમાં ગાડી ઊભી કરીને બંને સાથે વાતચીત કરવા લાગે છે. થોડી વાર બાદ યુવતીના પરિજનોએ તેમની પર તાબડતોડ હુમલો શરૂ કરી દીધો અને અનેક રાઉન્ડ ફાયર કર્યું. જોકે રોહિત અને મોહિેત ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ હુમલાખોરોએ તેમનો પીછો કરીને બંનેને ગોળી મારી દીધી. હુમલામાં રોહિતનું મોત થઈ ગયું. મોહિત ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ત્યારબાદ એક હુમલાખોર ગાડીની પાસે આવ્યો અને ગાડીની બારી ખોલી પૂજા ઉપર પણ તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી. જેમાં પૂજાનું પણ મોત થઈ ગયું. ઘટનાને અંજામ આપીને હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ મોહિતને પીજીઆઈ મોકલ્યો, જ્યારે રોહિત અને પૂજાનું ઘટનાસ્થળે મોત થઈ ચૂક્યું હતું. ઘટના બાદ રોહતકના ડીએસપી સજ્જન કુમાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે યુવતીના પરિજનોએ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવશે. દરમિયન પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ મળ્યા, જેમાં હત્યારા ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે.

(12:00 am IST)