Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

PFના છ કરોડ ધારકોને લાભ, EPFમાં ૮.૫% વ્યાજ ઉમેરાશે

નાણાં મંત્રાલય દ્વારા પ્રસ્તાવને મંજૂરી અપાઈ : શ્રમ મંત્રાલય ટૂંકમાં વ્યાજ દરને નોટિફાય કરશે, વ્યાજ આપ્યા પછી EPFO પાસે ૭૦૦ કરોડની રકમ સરપ્લસ

નવી દિલ્હી, તા. ૩૧ : નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ઈપીએફ ખાતાઓમાં . ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના લગભગ કરોડ ખાતાધારકોને લાભ થશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં વ્યાજ દરને નોટિફાય કરશે.

ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ માર્ચમાં વર્ષ ૨૦૧૯-૨૦ના . ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી. સપ્ટેમ્બરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે . ટકા વ્યાજની રકમને બે હપ્તા (.૧૫ અને .૩૫ ટકા)માં મોકલવામાં આવશે. પરંતુ શ્રમ મંત્રાલયે મહિને નાણાં મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જે ૨૦૧૯-૨૦ માટે પીએફ ખાતાઓમાં .% વ્યાજનો હપ્તો જમા કરાવવા માટે મંજૂરી માગી હતી.

ઈપીએફઓ પોતાના ઈક્ન્રીમેન્ટલ કોર્પસના ૧૫ ટકા સુધી ઈટીએફમાં રોકાણ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં ઈપીએફઓને ઇક્વિટી રોકાણ પર માઈનસ . ટકા રિટર્ન મળ્યું હતું, જે નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૧૪. ટકા હતું. . ટકા વ્યાજ દર સાત વર્ષમાં સૌથી નીચું છે. ૨૦૧૮-૧૯માં .૬૫% વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. આમ ૨૦૧૮-૧૯ની સરખામણીમાં ૨૦૧૯-૨૦માં તે .૧૫% જેટલું ઓછું છે. ફાઇનાન્સ ઈન્વેસ્ટમેન્ટ અને ઓડિટ કમિટીના અંદાજ મુજબ પીએફ શેરહોલ્ડરોના ખાતાઓમાં .% વ્યાજ આપ્યા પછી ઈપીએફઓની પાસે ૭૦૦ કરોડ રૂપિયાની રકમ સરપ્લસ રહેશે. વ્યાજ દરને બે ભાગમાં વહેંચવા પાછળનો હેતુ હતો કે ઈપીએફઓની બચત પર કોઈ અસર થાય. કોરોના કાળમાં લોકોએ પીએફને મોટાપાયે ઉપાડ કર્યો હતો. પરંતુ ઈપીએફઓએ ઇક્વિટી બજારોમાં આવેલી તેજીનો લાભ ઉઠાવી લીધો હતો.

(12:00 am IST)