Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે ગુજરાતી વૈજ્ઞાનિક નિલેશ દેસાઈની નિમણુંક કરાઈ

35 વર્ષ બાદ ગુજરાતી વૈજ્ઞાનિકને નેતૃત્વની તક

નવી દિલ્હી : ઇન્ડિયન  સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સંશોધન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર ના નિયામક તરીકે જાણીતા ગુજરાતી વૈજ્ઞાનિક નિલેશ દેસાઈની નિમણૂક થઈ છે. 35 વર્ષ બાદ ગુજરાતી વૈજ્ઞાનિકને સ્થાન મળ્યું ..

  ત્રણ દાયકાથી ઈસરો સાથે જોડાયેલા નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ હવે દેશની આ ટોચની અવકાશ સંશોધન સંસ્થા કાર્ય કરશે. ડો. વિક્રમ સારાભાઈએ સ્થાપેલી આ સંસ્થામાં અગાઉ 1985 આસપાસ ડો. ભાવસાર નિયામક હતા. એ પછી 35 વર્ષ બાદ ગુજરાતી વૈજ્ઞાનિકને નેતૃત્વની તક મળી છે. મૂળ નવસારીના વતની નિલેશ દેસાઈએ અમદાવાદ સ્થિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો છે. એ પછી તરત તેઓ ઈસરોમાં જોડાયા હતા

(12:49 am IST)