Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

શાહજહાપુર બોર્ડર પર ખેડૂતો અને પોલિસ વચ્ચે સંઘર્ષ : પોલીસે છોડ્યો ટીયરગેસ: પાણીનો મારો ચલાવ્યો

એક ડઝનથી વધારે ટ્રેક્ટર હરિયાણા પોલીસની બેરિકેડિંગ તોડીને એન્ટ્રી કરી

નવી દિલ્હી :કૃષિ કાયદા વિરોધ ખેડૂતોનું આંદોલન હજુ ચાલુ છે. આ દરમિયાન રાજસ્થાનના ખેડૂતોના ગ્રુપે હરિયાણા રાજસ્થાન બોર્ડર શાહજહાપુરમાં જબરદસ્તી ઘુસવાની કોશિશ કરી. લગભગ એક ડઝનથી વધારે ટ્રેક્ટર હરિયાણા પોલીસની બેરિકેડિંગ તોડીને હરિયાણામાં પ્રવેશ કર્યો.

રાજસ્થાન અને હરિયાણા બોર્ડર શાહજહાનપુરમાં ખેડૂતો દ્વારા આંદોલન કરતા બારથી વધારે ટ્રેક્ટરો પોલીસ બંદોબસ્ત તોડીને હરિયાણામાં પ્રવેશ કરી દિલ્હી તરફ રવાના થયા છે. ખેડૂતો અને પોલીસ વચ્ચે ખૂબ ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસ અને પાણીનો મારો કર્યો હતો, જોકે ખેડૂતો ઉપર તેની કોઈ જ અસર જોવા મળી નહોતી અને ખેડૂતોએ તેનો વિરોધ ચાલુ રાખ્યો હતો.

12થી વધારે ટ્રેક્ટરોમાં ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થઇ ગયા છે. ખેડૂત નેતાનું કહેવું હતું કે, સત્તાવાર રીતે દિલ્હી જવાની જાહેરાત થઇ નથી. બીજી તરફ દિલ્હીની સિંધુ બોર્ડર પર છેલ્લા 36 દિવસથી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે અને સરકારને ઝુકવા માટે મજબૂર કરી રહ્યા છે. દિલ્હીમાં ઠંડી અને ઝાકળનો ખેડૂતોને સામનો કરવો પડે છે. ઉપરાંત નેટવર્કની સમસ્યા પણ સર્જાય છે, જોકે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને સિંધુ બોર્ડર ઉપર વાઇફાઇની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિંધુ બોર્ડર ઉપર ખેડૂતો 36 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને હજી આંદોલન માંગો સરકારને મનાવી લેશે નહીં ત્યાં સુધી ચાલુ રાખવાના જ મૂડમાં છે. ખેડૂતો દિવસેને દિવસે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવારે ખેડૂતોને સરકાર વચ્ચે સાતમી વાર બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર ચાર મુદ્દા માંથી બે મુદ્દા સ્વિકારવા સહમતી દર્શાવી હતી પરંતુ ખેડૂતોએ ચારે ચાર બાબતો સરકાર સ્વીકારે એવી જ માંગ કરી છે.

(12:25 am IST)