Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

રાજકિત સ્વાર્થ માટે વડપ્રધાન થઈને દેશને ગેરમાર્ગે દોરે છે મોદી :કુમારસ્વામીનો આરોપ

અમારી પ્રતિબધ્ધતાને ક્રુર મજાક ગણાવે છે. ખરેખર મજાક તો તેઓ દેશની સાથે કરે છે

બેંગ્લુરુ :કર્ણાટકના ખેડૂતોની લોન માફીને અત્યંત ઘાતકી મજાક ગણાવતા વડા પ્રધાન મોદી પર વળતો પ્રહાર કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન કુમાર સ્વામીએ આજે મોદી પર જોરદાર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે મોદી પોતાના રાજકીય સ્વાર્થ ખાતર દેશને છેતરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે.

તેમના દ્વારા જાહેર કરાયેલી લોન માફી યોજનાના અમલીકરણ તરફ કોંગ્રેસ-જદએસ સરકારની પ્રતિબધ્ધતાને ફરીથી દોહરાવતા તેમણે દાવો કર્યો હતો કે અત્યાર સુધી આશરે ૬૦ હજાર ખેડૂતોને માફીનો લાભ મળી ચૂક્યો હતો.

'કૃષિ લોન માફી અમારી સરકારની પ્રતિબધ્ધતા છે જે અમે ખેડૂતોના હિતોને રક્ષા પ્રત્યે વ્યક્ત કરી હતી અને તેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે તેમજ નોંધપાત્ર રકમ પણ ચૂકવાઇ ગઇ છે'એમ તેમણે આજે કહ્યું હતું. તેમણે મોદીની ટીપ્પણી પર ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કેટલી દુખની વાત છે કે મોદી વડા પ્રધાન થઇને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને અમારી પ્રતિબધ્ધતાને તેઓ ક્રુર મજાક ગણાવે છે. ખરેખર મજાક તો તેઓ દેશની સાથે કરે છે.

(8:34 pm IST)