Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

મોદીના પ્રધાનો બેફામઃ હેગડે બાદ હવે તોમરની જીભ લપસીઃ રાહુલને 'પુછડીનો વાળ' અને મોદીને 'મૂંછનો વાળ' ગણાવ્યા

નવી દિલ્હી : પીએમ મોદીના પ્રધાનો બેફામ નિવેદનો કરવા લાગ્યાઃ તાજેતરમાં અનંત હેગડેએ વિવાદિત નિવેદન અંગેનો વિવાદ શમ્યો નથી ત્યાં ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિવાદાસ્પદ નિવેદન કરી બળતામાં ઘી હોમ્યુ છેઃ તેમણે રાહુલ ગાંધીને પુંછડાનો વાળ ગણાવ્યા છેઃ જયારે તેમણે પીએમ મોદીને 'મુંછ કા બાલ' તરીકે ઓળખાવ્યા છેઃ તેમણે એક સભામાં આમ કહ્યુ હતુઃ તેમણે ગુજરાતની ચૂંટણી સંદર્ભે કહ્યુ હતુ કે, મોદી અને કોંગ્રેસ વચ્ચે એટલુ અંતર છે જેટલુ મુછના વાળ અને પુંછડીના વાળ વચ્ચે હોય છેઃ જો કે આ પછી કોંગ્રેસ પક્ષ લાલઘુમઃ પીએમ મોદી સ્પષ્ટતા કરે તેવી કરી માંગ

(3:51 pm IST)