Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

જામનગરના ડોકટરને એર ઇન્ડિયાએ આપવા પડશે રૂ. ૬૦,૦૦૦

ફલાઇટ મોડી પડવાથી પેશન્ટને મળવામાં ડોકટરને થયું ૨૭ કલાક મોડું: કેસના ખર્ચાના પૈસા અલગથી ચુકવવા આદેશ

મુંબઇ તા. ૧ : જામનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટે એર ઇન્ડિયાને ફલાઇટમાં મોડું થવાના કારણે ગ્રાહકને રૂ. ૬૦૦૦૦ ચૂકવવા આદેશ આપ્યો છે. જામનગરના ડોકટર વાયા લંડન અમેરિકા એક પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા જતા હતા. જે દરમિયાન લંડન ખાતે તેમની ફલાઇટ લેટ થઈ હતી.

લંડન એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાને ટેકિનકલ ખામી નડતા ફલાઇટ મોડી પડી હતી. જેના કારણે યુરોપિયન યુનિયન દેશોમાં લાગુ પડતા ફલાઇટ કમ્પેન્શન રેગ્યુલેશન મુજબ ગ્રાહક સુરક્ષા કોર્ટ એર ઇન્ડિયાને વળતર પેટે રૂ. ૬૦૦૦૦ અને માનસિક ત્રાસ તથા કેસના ખર્ચા પેટે રૂ. ૪૦૦૦ અલગથી ચૂકવવા આદેશ કર્યો છે.

ડો. કેતન ત્રિવેદી ૨૬ ઓકટોબર, ૨૦૧૬ના રોજ અમદાવાદથી નેવાર્કની એર ઇન્ડિયાની ફલાઇટમાં પ્રવાસ કરી રહ્યા હતા. જે દરમિયાન લંડન એરપોર્ટ પર ફલાઇટને ટેકિનકલ ખામી નડતા ફલાઇટની આગળની મુસાફરી કેન્સલ કરવામાં આવી. જેના કારણે પેસેન્જર્સને એક દિવસ માટે લંડનમાં રોકાણ કરવું પડ્યું હતું. ડો. કેતન ત્રિવેદીને આ કારણે પોતાના નિયત સ્થળે પહોંચવામાં ૨૭ કલાકનું મોડુ થયું હતું.

જે બાદ ભારત પરત ફર્યા બાદ ડો. ત્રિવેદીએ એરલાઇન્સ વિરુદ્ઘ ફરીયાદ કરીને જણાવ્યંુ હતું કે, ચ્શ્ના રૂલ્સ મુજબ તેમને રૂ. ૬૦૦૦૦નું વળતર મળવાપત્ર છે જે કંપનીએ આપ્યું નથી. તો એરલાઇન્સ કહ્યું કે વળતર પેટે તેમને લંડનમાં એરલાઇન્સ તરફથી રાત્રી રોકાણ માટે હોટેલ અને લંડન-નેવાર્કની બીજા દિવસની ટિકિટ આપવામાં આવી હતી.(૨૧.૬)

 

(9:59 am IST)