દેશ-વિદેશ
News of Thursday, 31st December 2020

કોરોના વાયરસ શરીરની સાથોસાથ મગજ પર પણ કરે છે ઘાતક અસર: સંશોધન

નવી દિલ્હી: કોરોના તન પર તો અસર કરે છે પણ તે મન પર પણ અસર કરતો હોવાના ચોંકાવનારા કિસ્સા બહાર આવ્યા છે, હાલ કોરોનાના નવા રૂપની સાથે સાથે માનસિક રોગ 'કોવિડ સાયકોસીસ'ની પુષ્ટિ થઈ છે. અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાથી સાયકોટીક લક્ષણોવાળા દર્દીઓ મળ્યા છે.

આવા દર્દીઓને એકાએક એવું સંભળાય છે કે તેણે ખુદને મારવાનો છે તો કયારેક બાળકોને મારવા માટે કોઈક કહેતુ હોય તેવું સંભળાય છે. અમેરિકાના માનસિક રોગ વિશેષજ્ઞ ડોકટર હિસામ વિલીનું કહેવું છે કે કોરોના સંક્રમણ બાદ આવા દર્દીઓની ઝડપથી સંખ્યા વધી રહી છે. આશ્ર્ચર્યની વાત છે કે અત્યાર સુધીમાં મારી પાસે જેટલા પણ દર્દીઓ આવ્યા હતા તેમાં કોઈને પહેલા માનસિક બીમારી નહોતી. માનસિક રોગ વિશેષજ્ઞો જણાવે છે કે કોરોનાના ગંભીર દર્દીઓમાં બડબડવું અને ભુલવા જેવી તકલીફોની પુષ્ટિ થઈ ચૂકી છે. જો કે તેની તુલનામાં વધારે ગંભીર છે.

(5:10 pm IST)